ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન
ઓલિમ્પિક પૃથ્વી પર યોજાતા સૌથી મોટા રમતોત્સવ તરીકેનું ગૌરવ ધરાવે છે પણ તેના પછીનું સ્થાન એશિયાડ તરીકેની ઓળખ ધરાવતી એશિયન ગેમ્સને મળે છે. વૈશ્વિક જનસંખ્યામાં બાહુલ્ય ધરાવતા એશિયા ખંડના ચતુઃ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યા 11,000ના આંકડાને પાર કરી જાય છેે. આ વર્ષે ચીનના હાંગઝૂ શહેરમાં શરુ થઈ ચૂકેલી 19મી એશિયન ગેમ્સ - ઓલિમ્પિકની જેમ તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક વર્ષ વિલંબથી યોજાઈ રહી છે. જેમ ટોકિયો ઓલિમ્પિકને કોરાના કારણે એક વર્ષ સ્થગિત કરવા પડ્યા હતા, તેવી જ રીતે હાંગઝોઉ એશિયન ગેમ્સ કે જે 2022માં યોજાવાના હતા, તેને કોરાનાના લીધે જ એક વર્ષ પછી હવે આયોજીત કરવામાં આવી રહ્યા છે. એશિયન ગેમ્સનો દરજ્જો રમતની દુનિયામાં આમ તો ત્રીજા ક્રમનો કહી શકાય. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી સૌથી મહત્વની બહુરાષ્ટ્રીય અને બહુરમત સ્પર્ધા એટલે એશિયન ગેમ્સ. ઈ.સ. 1951થી શરુ થયેલી એશિયન ગેેમ્સની છેલ્લા 13 વર્ષમાં રમાયેલી ચાર આવૃત્તિઓમાં ભારત ચંદ્રકોની સંખ્યામાં સાતત્યપૂર્ણ રીતે અડધી સદી ફટકારતું આવ્યું છેે. પાંચ વર્ષ અગાઉ 2018માં યોજાયેલી જકાર્તા-પાલેમબાગ એશિયન ગેમ્સમાં તો ભારતે 16 સ...