ઝારખંડના નાનકડા ગામથી હોકી ખેલાડી સલીમાની ભારતીય ટીમની કેપ્ટન સુધીની સફર
સફર મેં ધૂપ ભી હોગી, ચલ સકો તો ચલો, સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો - જાણીતા શાયર નીદા ફાઝલીના શબ્દો એ જિંદગીની સામે પડકાર ફેંકે છે. જેને આગળ વધવું છે. જેેને કંઈક હાંસલ કરવું છે, તેણે પોતાની પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રવાસ જાતે જ કરવાનો છે. જ્યારે વહેતા પ્રવાહમાંથી બહાર આવીને નવી દિશામાં આગળ વધવાનો પ્રયાસ શરુ થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે મનોમંથન અને સંઘર્ષનો જન્મ થાય છે. આ મનોમંથન અને સંઘર્ષમાં ઉતરી જનારા હજ્જારો હોય છે, પણ તેમાં ટકી રહીને પાર ઉતરનારા જૂજ હોય છેે અને તેઓને જ જેિંદગીમાં એક અલગ મુકામ હાંસલ થઈ શકે છે. આધુનિકતાના મુખ્ય પ્રવાહથી ક્યાંક છેવાડે રહી ગયેલા ઝારખંડમાં આવેલા સિમડેગા જિલ્લાના બડકી છાપર નામના નાનકડા ગામમાં અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલી સલીમા ટેટેએ તેની અસાધારણ પ્રતિભા અને પરિશ્રમ થકી સ્વદેશી રમત હોકીને આત્મસાત્ કરી છે. 23 વર્ષની સલીમા ટેટેેએ દ્રઢ ઈચ્છાશક્તિ અને મનોબળને સહારે તમામ વિઘ્નોને પાર કરીને ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન બનવા સુધીની સફર ખેડી છે અને સાબિત કર્યું છે કે, જિંદગીમાં ક્યારેય કશું અશક્ય નથી. હોકીના નિયમોમાં રહીને હોકી સ્ટીકને ધારે ત...