પોસ્ટ્સ

Football લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

સેબાસ્તીયન હાલેર : દોઢ વર્ષ પહેલા કેન્સર સામે વિજય, હવે આફ્રિકન ફૂટબોલમાં ચેમ્પિયન

છબી
ઘણી વખત નાની-નાની ઘટનાઓ જિંદગી પર ઘણો મોટો પ્રભાવ છોડી જતી હોય છે. એકાદ નાનકડો વળાંક વિરાટ જહાજને એવી નવીનતમ સફર પર અગ્રેસર કરી દે છે, જેમાં ઘણી વખત પૂર્વનિર્ધારિત રાહ કરતાં વધુ તોફાનો આવે છે, પણ આખરે તેના થકી જે મંઝિલને હાંસલ કરી શકાય છે, તે ખરેખર બેજોડ હોય છે. નિર્ધારિત લક્ષ્ય કરતાં પણ વધુ ઊંચાઈને હાંસલ કરવા માટેની પાયાની શરત એ છે કે, સરેરાશ સાથીઓ પર નજર દોડાવ્યા વિના જ પોતાની જ મહેનતની રેખાને લંબાવી દેવામાં આવે. આ સાથે પોતાના નિર્ણયમાં ભરોસો રાખવો પણ જરુરી છે અને તેના થકી જ કલ્પનાતીત સફળતાને હાંસલ કરી શકાય છે. આવી જ અસાધારણ અને અનપેક્ષિત સફળતા પશ્ચિમી આફ્રિકન દેશ આઈવરી કોસ્ટના ફૂટબોલર સેબાસ્તીયન હાલેરે હાંસલ કરી બતાવી છે.  યુરોપીયન દેશો વચ્ચેની મેજર ફૂટબોલ ચેમ્પિયનશિપ જેમ યુરો કપ તરીકે અને એશિયાના દેશો વચ્ચેની એલિટ ફૂટબોલ ટુર્નામેન્ટ જેમ એશિયન કપ તરીકે ઓળખાય છે, તેવી જ રીતે આફ્રિકન દેશો વચ્ચેની સર્વોચ્ચ ફૂટબોલ ટુર્નામેન્ટ કે જે આફ્રિકન કપ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે, તેમાં પશ્ચિમી આફ્રિકન દેશ આઈવરી કોસ્ટે ચેમ્પિયન બનવાની સાથે અનોખો ઈતિહાસ રચી દીધો છે. ઘરઆંગણે યોજાયેલા આફ્રિકન કપ ઓફ...

ફૂટબોલના બે ધુરંધરો ગઝાલો અને બેકેનબાવરની ચિરવિદાય સાથે એક યુગનો અસ્ત

છબી
સમયના વહેતા પ્રવાહમાંં ચડાવ-ઉતાર આવતો રહે છે અને ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતીનો સિલસિલો સતત અને અવિરત ચાલતો જ રહે છે. જોકે પરિવર્તનના પ્રવાહમાં જેઓ શિખરની ઉંચાઈના આસ્વાદનનો આનંદ મેળવે છે, તેઓ ઈતિહાસમાં પોતાની આગવી છાપ તો છોડી જ જાય છે, તેની સાથેે સાથે કરોડો ચાહકોના હૃદયમાં પોતાના માટે એક એવું સ્થાન મેળવી લે છે, કે જેના થકી તેઓ ઉન્નત ગિરિશિખર બનીને પેઢીઓની પેઢીઓને પ્રેરણા અને પડકાર પુરો પાડતાં રહે છે. ફૂટબોલ જગતમાં આવું જ વિશિષ્ટ સ્થાન ધરાવતા બ્રાઝિલના મારિયો ગઝાલો અને જર્મનીના ફ્રેન્ઝ બેકેનબાવરનું રહ્યું છેે, જેમણે જીવનપર્યંત રમતની સાથે ઉચ્ચ સ્તરે પોતાનો દબદબો જાળવી રાખ્યો. ફૂટબોલ જગતમાં બ્રાઝિલ અને જર્મનીને આજે જે આદરપાત્ર સ્થાન મળ્યું છે, તેના પાયામાં આ બંને દિગ્ગજોની સખત મહેનત, સફળતા, દૂરંદેેશી અને ફૂટબોલના વિકાસમાં કરેલું આગવું યોગદાન પાયારુપ છે. બ્રાઝિલ શબ્દ જ આજે ફૂટબોલનો પર્યાય બની રહ્યો છે અને ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં રેકોર્ડ પાંચ વખત વિશ્વવિજેતા બનવાની સિદ્ધિ તેના એકના નામે જ છે. જોકે આ પાંચમાંથી ચાર વર્લ્ડ કપ એવા છે કે, જેમાં મારિયો ગઝાલોએ બ્રાઝિલની સફળતામાં સીધી ભૂમિકા ભજ...

સ્પેનિશ ફૂટબોલની ડ્રીમ ગર્લ ઐતાના બોનમાતી સિદ્ધિઓના શિખરે

છબી
પ્રયાસોમાં સાતત્ય થકી જ સફળતાને હાસંંલ કરી શકાય છે, પણ સફળતા મેળવ્યા પછી પણ જો શ્રેષ્ઠતાની તલાશને જારી રાખવામાં આવે તો નિપૂર્ણતાની નજીક પહોંચવાથી દુનિયાની કોઈ પણ તાકાત અટકાવી શકતી નથી. આ જ કારણે વિશ્વના મહાન ખેલાડીઓ હોય કે પછી જ્ઞાનસમૃદ્ધ તજજ્ઞો દરેક પોતપોતાના ક્ષેત્રમાં વર્ષો વિતાવવા છતાં પોતાની ઓળખ અભ્યાસુ તરીકેની જ આપતા હોય છે, કારણ કે નવુ શીખવા માટે ઉત્સુક રહેનારી વ્યક્તિને તો વર્ષોની તપશ્ચર્યા પણ ઓછી લાગે છે અને તેની સામે જિતના આગે જાંઉ, ગહરા હોતા જાએ... જેવો આખો સમુદ્ર તેને પડકારતો ઉભો હોય તેવો અહેસાસ થતો હોય છે.  મોટાભાગે હાંસિયામાં જ જોવા મળતા મહિલા ફૂટબોલમાં છેલ્લા ત્રણ વર્ષથી સફળતાના એક પછી એક શિખરો સર કરીને 25 વર્ષની ઐતાના બોનમાતી ખળભળાટ મચાવી રહી છે. સ્પેનિશ ફૂટબોલના પાવરહાઉસ તરીકે ઓળખાતા બાર્સેલોનામાં જુનિયર ખેલાડી તરીકે જોડાયેલી બોનમાતીએ તેની કલબને ઘરઆંગણાની લીગની સાથે સાથે બે વખત યુરોપીયન ચેમ્પિયન તરીકેનો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આટલું જ નહીં, તેણે ચાલુ વર્ષે મહિલા ફૂટબોલમાં સ્પેનને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. આ જ કારણે ફ...

ઉત્તર કોરિયાનો પ્રતિભાશાળી ફૂટબોલર રાતોરાત ગાયબ થઈ ગયો

છબી
ચારેબાજુ સીસીટીવીથી માંડીને મોબાઈલ કેમેરાના લેન્સનું સામ્રાજ્ય પ્રસરી ચૂક્યું છે, ત્યારે ભાગ્યે જ કોઈ ઘટના કે સેલિબ્રીટીઝ તેનાથી પોતાની ઓળખને છુપાવી શકે છે. તેમાંય ઈન્ટરનેટના દરિયામાં તરત વિશાળકાય જહાજો જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર તો દેશ-દુનિયાથી માંડીને જાણીતા અને અજાણ્યાઓની પ્રોફાઈલ્સ અને વિડિયોનો અવિરત પ્રવાહ વહ્યા કરતો હોય છેે. એક સમયે દુનિયા માટે જે કલ્પનાનો વિષય હતું, તે ગ્લોબલ વિલેજ આજે પ્રત્યેક વિશ્વનાગરિકને માટે સહજ સુલભ બન્યું છે. જોકે હજુુ પણ કેટલાક એવા દેશો છે કે,જ્યાંના સત્તાધીશો તેમની પ્રજાને વૈશ્વિક પ્રવાહમાં ભળવા દેવા માંગતા નથી, તેની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે, જો તેઓને દુનિયામાં અન્ય દેશોના નાગરિકોની સ્વતંત્રતાનો  પવન અડી જાય તો એક નવો નજજુવાળ સર્જાય અને વર્ષોથી રાજ કરનારાના મૂળિયા હલી જાય.  ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરના ઢગલાબંધ નિયંત્રણો ધરાવતા દેશોમાં નોર્થ કોરિયા મોખરે છે. તાનાશાહ કિમ જોંગ ઉનના શાસન હેઠળના નોર્થ કોરિયામાં નાગરિકોની આઝાદી એ શાૅ-કેસમાં મુકેલા પુતળા જેવી - બહારની દુનિયાને દેખાડવા પુરતી છે, પણ અંદરખાને પરિસ્થિતિ તદ્દન ભિન્ન છે અને તેન...

અંધારી આલમના ઓછાયા વચ્ચે પણ હૈતીની મહિલા ફૂટબોલ ટીમની હરણફાળ

છબી
જંગ જીતવાની જીગરમાં હામ હોવી જોઈએ, શૂરવીરતા કંઈ કોઈ શસ્ત્રોમાં નથી હોતી. કવિ અગનના શબ્દો એ બાબતને સ્પષ્ટ કરે છે કે,  માત્ર સંસાધનો અને સગવડો જ સફળતાને સુનિશ્ચિત કરતી નથી. તમામ પ્રકારની સગવડો, અઢળક નાણા અને આધુનિક ટેક્નોલોજી વગેરે જેવા સંસાધનો પણ કાંડાના કૌવત વિના પાંગળા છે. રમતના મેદાનમાં ખરુ ખમીર તો ખેલાડીની અંદર પડેલું હોય છે. તમામ પ્રકારની હાઈટેક ટેક્નોલોજીની મદદ કે સુપર ફૂડ એ ખેલાડીને બહેતર બનાવી શકે છે, પણ માત્ર તેના જ સફળતા સફળતાના શિખર સુધી પહોંચી શકાતું નથી. ખેલાડીના જોશ, ઝનૂન અને જઝ્બા સાથેનો જોરદાર પ્રયાસ જ અનોખો ઈતિહાસ આલેેખે છે અને ત્યારે સંપન્ન દેશોના ખેલાડીઓ પણ ટાંચા સંંસાધનોને સહારે આગળ આવેલા ખેલાડીઓ સામે વામણા પુરવાર થતાં હોય છે. આવી જ સફળતા કેરેબિયન વિસ્તારમાં આવેલા એક નાનકડા એવા હૈૈતી દેેશની મહિલા ફૂટબોલરોએ મેળવી છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફા દ્વારા દર ચાર વર્ષે યોજાતા મહિલા ફૂટબોલરો માટેના મહાકુંભ એટલે કે ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન થાય છે, જેેમાં પહેેલીવાર કેરેબિયન દરિયા કાંઠેે વસેેલા ટાપુઓના સમૂહમાં સ્થાન ધરાવતા હૈતી નામના નાનકડા દેે...

બેલ્જીયમના અશ્વેત ખેલાડી લુકાકુુએ ફૂટબોલને સહારે હરિફોની સાથે પરિસ્થિતિઓને હરાવી

છબી
કુશળતાની સામે ભલભલી સમસ્યાઓને પાણી ભરવું પડે છે. વ્યક્તિ જેમ જેમ પોતાની કુશળતામાં વધારો કરતો જાય છે, તેમ તેમ જિંદગીની રાહ આસાન બનવા લાગે છે કારણ કે પડકાર કરતાં પ્રતિભા હંમેશા વિરાટ સ્વરુપ ધારણ કરી ચૂકી હોય છે. આ જ કારણે દુનિયાને બદલવા કરતાં જો પોતાના વ્યક્તિત્વ કે કૌશલ્યના નિખારમાં સમય આપવામાં આવે તો અસાધારણ પરિણામ હાંસલ કરી શકાય છે. ઈટાલીયન કલબ ઈન્ટર મિલાન તરફથી રમી રહેલો બેલ્જીયમનો ફૂટબોલર રોમેલુુ લુકાકુ તેનું જીવતું ઉદાહરણ છે.  અત્યંત મર્યાદિત સગવડો અને જીવનની પાયાની જરુરિયાતો વિના પણ શ્રેષ્ઠતાને હાંસલ કરવાના સંઘર્ષને સહારે લુકાકુએ ગુમનામીના અંધારાથી લઈને દુનિયાના ટોચના ફૂટબોલરોની હરોળમાં આગવું સ્થાન મેળવી લીધું છે. તુર્કીના ઈસ્તંબુુલમાં આજે મધરાત બાદ રમાનારી ફાઈનલમાં ઈંગ્લેન્ડની કલબ માંચેસ્ટર સિટી સામે ઈટાલીની ઈન્ટર મિલાનનો મુકાબલો ખેલાવાનો છે. ત્યારે ત્રીસ વર્ષીય લુુકાકુ 13 વર્ષ પછી ફરીવખત યુરોપીયન ચેમ્પિયન બનવાના ઈટાલીયન કલબના સ્વપ્નને સાકાર કરવા માટે ઉતરશે. આખા વિશ્વનું ધ્યાન ખેંચનારી આ ફાઈનલમાં ઈન્ટર મિલાનનો સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુ નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ...

તુલસીદાસ બલરામ : ભારતીય ફૂટબોલની હોલી ટ્રિનીટીના આખરી ધુરંધરની ચિરવિદાય

છબી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અનેક ચેનલોના ટેલિકાસ્ટથી ધમધમતા સંચાર-ક્રાંતિના યુગમાં થયેલા માહિતીના વિસ્ફોટની વચ્ચે દરેક નાનામાં નાની વાત જાણે 70 એમએમના પરદા પરની ફિલ્મની જેમ દુનિયાની સમક્ષ મૂકાઈ રહી છે. માઈક્રોસ્કોપિક યુગમાં વર્તમાન અને નજીકનો ભૂતકાળ એટલો વિરાટ બનીને સામે આવે છે, જેના કારણે ઘણીવાર ઈતિહાસના યાદગાર સંસ્મરણો અને સ્વર્ણિમ ઘટનાઓની ચમક તરફ ધ્યાન જતું નથી. આ જ કારણે ઘણીવાર જેને જનમાનસ સરેરાશ માની છે તે તેના ભવ્ય ઈતિહાસનો સોનેરી ઉજાસ મોટાભાગ પરદાની પાછળ જ છુપાયેલો રહી જાય છે, જે ક્યારેક કોઈ ધુરંધરની ચિરવિદાયની વેળાએ પ્રગટ થઈને તેની મહાનતા અહેસાસ કરાવી જાય છે.   ભારતીય રમતોના ઈતિહાસમાં હોકીના સુવર્ણ યુગની અને ખેલાડીઓની વિશિષ્ટ પ્રતિભાઓની અનેક કિવદંતીઓ હજુ પ્રચલિત અને માનસ પટલ પર જિવંત છે, ફૂટબોલને તેવું ગૌરવ પ્રાપ્ત થઈ શક્યું નથી. ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાના પ્રહરી સમાન તુલસીદાસ બલરામનું નામ ફૂટબોલમાં પણ અભ્યાસુઓ અને ડાઈ હાર્ટ ફેન્સમાં જ જાણીતું છે. ઓલિમ્પિક ફૂટબોલમાં ભારતના ગોલ સ્કોરર તેમજ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી અને ખ્યાતનામ મેડેર્કા કપમાં પોડિયમ ફિનિશ ક...