પોસ્ટ્સ

christina birch લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

અમેરિકન સાઈક્લિસ્ટ ક્રિસ્ટીના બર્ચ હવે નાસાના સ્પેસ મીશન માટે સજ્જ

છબી
ઉદ્યમેન હિ સિધ્યન્તિ, કાર્યાણી ન મનોરથૈઃ, ન હિ સુપ્તસ્ય સિંહસ્ય, પ્રવિશન્તિ મુખે મૃગાઃ . - પૃથ્વી પરના શ્રેષ્ઠ અને ઉદાત્ત વિચારો અને જીવન મૂલ્યોને ધારણ કરનારી ગિર્વાણગિરા સંસ્કૃતમાં હિતોપદેશનું આગવું મહત્વ છે. વિદ્યાર્થીઓને જીવનપથ પર ડગલે ને પગલે માર્ગદર્શક બની રહેે તેવા આ ગ્રંથના સુભાષિતનો સાર સ્પષ્ટ છે કે, સહજ સાધ્ય કશું હોતુું નથી. મનના તંરગોમાં રાચવાનું છોડીને લક્ષ્યની પ્રાપ્તિ માટે ઉદ્યમને-મહેનતને પસંદ કરનારને જ સફળતાનો સ્વાદ ચાખવા મળે છે. આ ઉદ્યમ જ લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો આપમેળે જ શોધી કાઢે છે. પોતાના દરેક કામમાં તમામ તાકાત અને ક્ષમતાને રેડી દેેનારાને જ અસાધારણ અને દુનિયાને આશ્ચર્યજનક લાગે તેવા શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ થાય છે. અમેરિકાની પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને મેધાવી પ્રતિભા ધરાવતી 37 વર્ષની ક્રિસ્ટીના બર્ચે એક જ જીવનકાળમાં આંતરરાષ્ટ્રીય સાઈક્લિસ્ટથી લઈને નાસાના અવકાશયાત્રી બનવા સુધીની અકલ્પનીય સફર પુરી કરી બતાવી છે. રમત જગત અને અભ્યાસ વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ જ હોય છેે, તેવી સામાન્ય સમજના ચોકઠામાં ગોઠવાયેલી માનસિતાને ક્રિસ્ટીનાએ તેની સફળતા થકી પડકાર ફેંક્યો છે. જ્યારે શ...