પોસ્ટ્સ

ભારત લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ઝારખંડના નાનકડા ગામથી હોકી ખેલાડી સલીમાની ભારતીય ટીમની કેપ્ટન સુધીની સફર

છબી
સફર મેં ધૂપ ભી હોગી, ચલ સકો તો ચલો, સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો - જાણીતા શાયર નીદા ફાઝલીના શબ્દો એ જિંદગીની સામે પડકાર ફેંકે છે. જેને આગળ વધવું છે. જેેને કંઈક હાંસલ કરવું છે, તેણે પોતાની પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રવાસ જાતે જ કરવાનો છે. જ્યારે વહેતા પ્રવાહમાંથી બહાર આવીને નવી દિશામાં આગળ વધવાનો પ્રયાસ શરુ થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે મનોમંથન અને સંઘર્ષનો જન્મ થાય છે. આ મનોમંથન અને સંઘર્ષમાં ઉતરી જનારા હજ્જારો હોય છે, પણ તેમાં ટકી રહીને પાર ઉતરનારા જૂજ હોય છેે અને તેઓને જ જેિંદગીમાં એક અલગ મુકામ હાંસલ થઈ શકે છે.  આધુનિકતાના મુખ્ય પ્રવાહથી ક્યાંક છેવાડે રહી ગયેલા ઝારખંડમાં આવેલા સિમડેગા જિલ્લાના બડકી છાપર નામના નાનકડા ગામમાં અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલી સલીમા ટેટેએ તેની અસાધારણ પ્રતિભા અને પરિશ્રમ થકી સ્વદેશી રમત હોકીને આત્મસાત્ કરી છે. 23 વર્ષની સલીમા ટેટેેએ દ્રઢ ઈચ્છાશક્તિ અને મનોબળને સહારે તમામ વિઘ્નોને પાર કરીને ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન બનવા સુધીની સફર ખેડી છે અને સાબિત કર્યું છે કે, જિંદગીમાં ક્યારેય કશું અશક્ય નથી. હોકીના નિયમોમાં રહીને હોકી સ્ટીકને ધારે ત...

હરિયાણાના એેક નાનકડા ગામથી લઈને સવિતાની વિશ્વની શ્રેષ્ઠ મહિલા ગોલકિપર સુધીની સફર

છબી
આક્રમણની સાથે સાથે સંરક્ષણ પણ પાયાની જરુરિયાત છે. આક્રમણ હંમેશા વિસ્તરતા જતી ઉધ્વ રેખા સમાન છે, જે સફળતાના ગ્રાફને સતત ઊંચે ને ઊંચે પહોંચાડવા માટે કૂદકા લગાવતું રહે છે. જોકે આભને આંબવાની ચાહની સાથે સાથે ધરતી પર પગ ટકાવીને રાખવા એ પણ પાયાની શરત છે. અહીં સંરક્ષણનું કામ છે. જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેની સાચવીને-બચાવીને રાખવાનું છે. વિકાસની ગતિને કે પછી સફળતાના વ્યાપને માપવામાં આવે ત્યારે આક્રમણની સાથે સંરક્ષણ એ બંને ધ્રુવ સમાન સાબિત થાય છે અને તેના થકી જ સફળતાનો કે પછી જીત કે હારનો ખરો ક્યાસ કાઢી શકાય છે.  ક્રિકેટમાં માત્ર વિકેટકિપરની ભાગ્યે જ વિશેષ ઓળખ હોય છે, તેવી જ હાલત ફૂટબોલ તેમજ હોકી જેવી રમતોમાં ગોલકિપરની હોય છે. જેઓ કારકિર્દી દરમિયાન ભલે હરિફ ટીમના હજારથી વધુ ઘાતક આક્રમણને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હોય, પણ એકાદ નિષ્ફળતા તેમની કારકિર્દી અને જિંદગીને ભારે પડી જતી હોય છે. આ જ કારણે રમતના મેદાનમાં ઉતરતા જૂજ બાળકોનું કે તેમના વાલીઓનું સ્વપ્ન ગોલકિપર બનવાનું કે બનાવવાનું હોય છે. આમ છતાં ગોલકિપિંગમાં પણ કેટલીક એવી વિશિષ્ટ પ્રતિભા છે, કે જેઓએ પોતાના શાનદાર દેખાવને સહારે ધ વોલ તરીકે...

તુલસીદાસ બલરામ : ભારતીય ફૂટબોલની હોલી ટ્રિનીટીના આખરી ધુરંધરની ચિરવિદાય

છબી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અનેક ચેનલોના ટેલિકાસ્ટથી ધમધમતા સંચાર-ક્રાંતિના યુગમાં થયેલા માહિતીના વિસ્ફોટની વચ્ચે દરેક નાનામાં નાની વાત જાણે 70 એમએમના પરદા પરની ફિલ્મની જેમ દુનિયાની સમક્ષ મૂકાઈ રહી છે. માઈક્રોસ્કોપિક યુગમાં વર્તમાન અને નજીકનો ભૂતકાળ એટલો વિરાટ બનીને સામે આવે છે, જેના કારણે ઘણીવાર ઈતિહાસના યાદગાર સંસ્મરણો અને સ્વર્ણિમ ઘટનાઓની ચમક તરફ ધ્યાન જતું નથી. આ જ કારણે ઘણીવાર જેને જનમાનસ સરેરાશ માની છે તે તેના ભવ્ય ઈતિહાસનો સોનેરી ઉજાસ મોટાભાગ પરદાની પાછળ જ છુપાયેલો રહી જાય છે, જે ક્યારેક કોઈ ધુરંધરની ચિરવિદાયની વેળાએ પ્રગટ થઈને તેની મહાનતા અહેસાસ કરાવી જાય છે.   ભારતીય રમતોના ઈતિહાસમાં હોકીના સુવર્ણ યુગની અને ખેલાડીઓની વિશિષ્ટ પ્રતિભાઓની અનેક કિવદંતીઓ હજુ પ્રચલિત અને માનસ પટલ પર જિવંત છે, ફૂટબોલને તેવું ગૌરવ પ્રાપ્ત થઈ શક્યું નથી. ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાના પ્રહરી સમાન તુલસીદાસ બલરામનું નામ ફૂટબોલમાં પણ અભ્યાસુઓ અને ડાઈ હાર્ટ ફેન્સમાં જ જાણીતું છે. ઓલિમ્પિક ફૂટબોલમાં ભારતના ગોલ સ્કોરર તેમજ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી અને ખ્યાતનામ મેડેર્કા કપમાં પોડિયમ ફિનિશ ક...

ઓલિમ્પિયન ગોલ્ફર અદિતી અશોક સિદ્ધિના નવા શિખરે

છબી
આકાશ દરેક પંખી માટે એક ખુલ્લા પડકાર સમાન છે. આકાશ જેમ અસિમિત અને અનંત છે, તેવી જ રીતે સફળતાના શિખરો પણ દરેકને વધુ આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપતાં રહે છે. ભૂતકાળમાં કોઈએ મેળવેલી સિદ્ધિથી આગળ નીકળી જવાની ઈચ્છા જ નવા વિક્રમોનું સર્જન કરે છે અને તેના સહારે જ નવા ઈતિહાસનું આલેખન થતું રહે છે. ભારતીય રમત જગતની ક્ષિતિજો ધીરે ધીરે વિસ્તરી રહી છે. યુવા ખેલાડીઓ હવે ઘરઆંગણે ઓછી જાણીતી રમતોમાં પણ પોતાના કૌશલ્ય થકી વિશ્વના એલિટ ખેલાડીઓની વચ્ચે સ્થાન મેળવતા થયા છે. એક સમયે માત્ર હાઈપ્રોફાઈલ વ્યક્તિઓની રમત તરીકે ઓળખાતા ગોલ્ફમાં હવે મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. ભારતીય ગોલ્ફની પાસે જીવ મિલ્ખા સિંઘ, અનિર્બાન લાહિરી, રાહુલ ગાંગજી તેમજ અર્જુન અટવાલ અને શુભાંકર શર્માએ આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ ધરાવતા પુરુષ ખેલાડીઓ છે. જોકે આ બધા વચ્ચે 24 વર્ષની બેંગ્લોરિયન યુવતી અદિતી અશોકે નવો ઈતિહાસ આલેખ્યો છે, પણ તેના તરફ જૂજ રમત ચાહકોનું ધ્યાન ગયું છે. મહિલા ગોલ્ફના ઈતિહાસના અનેક રેકોર્ડમાં અદિતી અશોકના નામની સાથે ભારતની પ્રથમ મહિલા ગોલ્ફર તરીકેનું ગૌરવ જોડાયેલું છે. ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિયન...