પોસ્ટ્સ

ડિસેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શીતલ દેવી : હાથની જરુર જ કોને છે ?!?

છબી
મુશ્કીલેં મારગ દિખાતી હૈં મુઝે, આફતેં બઢના બતાતી હૈં મુઝે; પંથ કી ઉત્તુંગ-દુર્દમ ઘાટિયાં, ધ્યેય-ગિરિ ચઢના સિખાતી હૈં મુઝે... - હિન્દીના વિખ્યાત કવિ ગોપાલદાસ નીરજની પંક્તિઓ મુશ્કેલઓની પર્વતમાળાને પાર કરવાના હોંસલાના પ્રતિબિંબ સમાન છે. મુશ્કેલીઓ અને પરેશાનીઓથી દૂર ભાગવાને બદલે તેનો સામનો કરનાર જ તેમાંથી રસ્તો શોધી શકે છેે અને તેે જ તેની સફળતાનો રાજમાર્ગ બની રહે છે. દુનિયા જેને અશક્ય કે અસંભવ માનતી હોય તેને જ સખત મહેનત અને સતત અભ્યાસથી સહજ સાધ્ય બનાવનારી વ્યક્તિઓ જ પોતાની સ્થિતિને તો સુધારી શકે જ છે, તેની સાથે સાથે અન્યો માટે પણ પ્રેરણારુપ બની શકે છે.  ભારતની આવી જ એક 16 વર્ષની કિશોરી શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં અસાધારણ દેખાવ કરતાં તીરંદાજીની સ્પર્ધામાં બે સુવર્ણ અને એક રજત એમ ત્રણ ચંદ્રકો હાંસલ કરી બતાવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, શીતલને કુદરતે બંને હાથ આપ્યા નથી, પણ તેણે આ પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો અને તેના આ જ પ્રયાસો તેને જમ્મુ-કાશ્મીરના એક નાનકડા ગામડામાંથી ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન પેરા ગેમ્સના ત્રણ ચંદ્રકો સુધી લઈ ગયા. શીતલના જઝ્બા અ...

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી

છબી
મહાન ખેલાડીઓ તૈયાર નથી, પણ જન્મે છે તેવી અતિ પ્રચલિત દંતોક્તિ અસાધારણ પ્રતિભા અને તેને વિકાસ માટે મળેલા અનુકૂળ વાતાવરણના સમન્વયને દર્શાવે છે. આમ છતાં ગમે તેટલી વિશિષ્ટ પ્રતિભા હોય પણ જ્યાં સુધી તે કસોટીના સંઘર્ષને પાર ન કરે ત્યાં ઊંચાઈને હાંસલ કરી શકતી નથી. આ માટે પોતાની જાતને તત્કાલીન પડકારો માટે તૈયાર રાખવા માટે મહેનત એ પાયાની શરત છે અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. તેના સહારે જ વિશિષ્ટ પ્રતિભાઓ એવી અસાધારણ સિદ્ધિ હાંસલ કરી શકે છે, જે પૂરોગામી અને અનુુગામીઓ વચ્ચે ઉત્તુંગ શિખર સમાન ગૌરવપૂર્ણ સ્થાન મેળવે છે અને સુવર્ણની જેમ દરેક પેઢીને તેના ઝળહળાટથી ચકિત કરે છે.  ભારતમાં બહોળી લોકપ્રિયતા અને વ્યાપ ધરાવવા છતાં વોલીબોલની રમતમાં રાષ્ટ્રીય ટીમના પર્ફોર્મન્સ તેમજ તેના સ્ટાર ખેલાડીઓ અંગે સામાન્ય નાગરિકો લગભગ અંધારાં જ જોવા મળતા હોય છે. ક્રિકેટના ભગવાન તરીકેની તેંડુલકરની ઓળખ તો સર્વવિદીત છે. જોકે, ભારતીય વોલીબોલની રમતના ભગવાન તરીકેેનું ગૌરવ ધરાવતા જીમ્મી જ્યોર્જના નામથી જૂજ રમતચાહકો જ પરિચીત હશે. કેરળના આ છ ફૂટ અને બે ઈંચની ઉંચાઈ ધરાવતા ખેલાડીએ એક જમાનામાં ટાંચા સાધનો અને મર્યાદિત સંસાધનો ...

બોક્સિંગ લેજન્ડ મુહમ્મદ અલીના વારસાને આગળ ધપાવવા બિયાજો અલી કટિબદ્ધ

છબી
નાની હોય કે મોટી પણ દરેક સફળતાના શિખર સુધી પહોંચવાનો સંંઘર્ષ એ એવરેસ્ટને સર કરવા જેટલું જ ભગીરથ કાર્ય બની રહે છે. અભાવોની વચ્ચે હોય કે વૈભવની વચ્ચે પણ જ્યાં સુધી વ્યક્તિ તેમાં જ સંતોષ માનવાને બદલે જ્યારે પોતાની આગવી પ્રતિભાની તલાશની સફર શરુ કરે છે, ત્યારે એક અલગ જ ઈતિહાસ રચાય છે. ઘણી વખત સ્પોટલાઈટથી દૂર રહીને ગુમનામીમાં સંઘર્ષ કર્યા બાદ સફળતાના શિખરોને સર કરવા અને કોઈ મહાન વ્યક્તિની ઓળખના પડછાયામાં રહીને આગળ વધવા પ્રયત્ન કરવો - એ બંનેમાં ઘણો તફાવત છે. જોકે બંંને પરિસ્થિતિમાં અલગ-અલગ છતાં પડકારો તો રહેલા જ છેે. એકમાં જરુરિયાતને પૂરી કરવાનો તો બીજામાં લોકોની અપેક્ષાઓનો ભાર વ્યક્તિના મનોબળની આકરી કસોટી કરે છે. આ બધા વચ્ચે ટકી રહેવાનો જુસ્સો જ સફળતાની પહેલી શરત બની રહે છે.  રમત વિશ્વમાં ધ ગ્રેટેેસ્ટ તરીકેની ઓળખ ધરાવતા મહાન બોક્સર મુહમ્મદ અલીની ઓળખ આપવા માટે તો કહી શકાય કે, સિર્ફ નામ હી કાફી હૈ... મહાન બોક્સર હોવાની સાથે અમેરિકામાં રંગભેદ સામેની લડાઈમાં અગ્રણીની ભૂમિકા ભજવનારા મુહમ્મદ અલીએ જે ઊંચાઈ રમતવીર તરીકે હાંસલ કરી હતી, તેના કરતાં વધુ ઊંચાઈ તેમણે સમાજસેવા કરીને પ્રાપ્ત કરી હતી અને...

સ્પેનિશ ફૂટબોલની ડ્રીમ ગર્લ ઐતાના બોનમાતી સિદ્ધિઓના શિખરે

છબી
પ્રયાસોમાં સાતત્ય થકી જ સફળતાને હાસંંલ કરી શકાય છે, પણ સફળતા મેળવ્યા પછી પણ જો શ્રેષ્ઠતાની તલાશને જારી રાખવામાં આવે તો નિપૂર્ણતાની નજીક પહોંચવાથી દુનિયાની કોઈ પણ તાકાત અટકાવી શકતી નથી. આ જ કારણે વિશ્વના મહાન ખેલાડીઓ હોય કે પછી જ્ઞાનસમૃદ્ધ તજજ્ઞો દરેક પોતપોતાના ક્ષેત્રમાં વર્ષો વિતાવવા છતાં પોતાની ઓળખ અભ્યાસુ તરીકેની જ આપતા હોય છે, કારણ કે નવુ શીખવા માટે ઉત્સુક રહેનારી વ્યક્તિને તો વર્ષોની તપશ્ચર્યા પણ ઓછી લાગે છે અને તેની સામે જિતના આગે જાંઉ, ગહરા હોતા જાએ... જેવો આખો સમુદ્ર તેને પડકારતો ઉભો હોય તેવો અહેસાસ થતો હોય છે.  મોટાભાગે હાંસિયામાં જ જોવા મળતા મહિલા ફૂટબોલમાં છેલ્લા ત્રણ વર્ષથી સફળતાના એક પછી એક શિખરો સર કરીને 25 વર્ષની ઐતાના બોનમાતી ખળભળાટ મચાવી રહી છે. સ્પેનિશ ફૂટબોલના પાવરહાઉસ તરીકે ઓળખાતા બાર્સેલોનામાં જુનિયર ખેલાડી તરીકે જોડાયેલી બોનમાતીએ તેની કલબને ઘરઆંગણાની લીગની સાથે સાથે બે વખત યુરોપીયન ચેમ્પિયન તરીકેનો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આટલું જ નહીં, તેણે ચાલુ વર્ષે મહિલા ફૂટબોલમાં સ્પેનને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. આ જ કારણે ફ...