પોસ્ટ્સ

કપ ઓફ નેશન લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

સેનેગલનો ફૂટબોલર સાદિયો માને માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યો છે

છબી
પરિસ્થિતિના બંધનોને તોડીને આકાશની ઉંચાઈને હાંસલ કરવાનો ઈરાદાની પાછળ સર્વસ્વ દાવ પર લગાવવાનો મિજાજ જ અસાધારણ સફળતાને પામી શકે છે. પ્રત્યેેક વિઘ્ન એ જિંદગીનું ઘડતર કરે છે. તેના થકી કૌશલ્યનો વિકાસ થાય છે અને તેના થકી જ અચાનક આવી પડતી મુશ્કેલીનો ત્વરિત ઉકેલ લાવવાની કુશળતાને હસ્તગત કરી શકાય છે. દરેક સંઘર્ષ વહેલા કે મોડા એક મંઝિલને પામે છે. જોકે, ખાઈમાંથી શિખર સુધીનો કોઈ પણ પ્રયાસ ક્યારેય એકલપંડે હોતો નથી. દરેક ડગલે મનુષ્ય યત્નની સાથે ઈશ્વર કૃપા અને એક મદદગાર હાથ તો સાથેે રહે છે, જેનો અહેસાસ જ સફળતામાંથી મહાનતાને પ્રગટાવે છે. માત્ર વ્યવસાયિક સફળતાએ દુનિયામાં આગવો પ્રભાવ ઉભો કરી શકે છે, પણ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સાથીઓ પ્રત્યેની સંવેદના અને દુનિયાને કંંઈક બહેતર આપી જવાની ભાવના લોકહૃદયમાં સ્થાન અપાવે છે. રમતના મેેદાનની સાથે સાથે દુનિયાના દરેક ક્ષેત્રમાં પોતાના વિશિષ્ટ કૌશલ્ય થકી કરોડોની કમાણી કરવી અશક્ય નથી, પણ પોતાની તરફ ધસમસતા આવતા નાણાંના પ્રવાહમાં તણાઈ જનારા તો અનેક હોય છે, પણ યોગ્ય દિશામાં વાળવાની આવડત જૂજ કેળવી શકેે છે અને આવી જ આવડત સેનેગલના ફૂટબોલર સાદિયો માનેએ દર્શાવી છેે. એટલાન્ટિક સમુ...