બોક્સિંગ લેજન્ડ મુહમ્મદ અલીના વારસાને આગળ ધપાવવા બિયાજો અલી કટિબદ્ધ
નાની હોય કે મોટી પણ દરેક સફળતાના શિખર સુધી પહોંચવાનો સંંઘર્ષ એ એવરેસ્ટને સર કરવા જેટલું જ ભગીરથ કાર્ય બની રહે છે. અભાવોની વચ્ચે હોય કે વૈભવની વચ્ચે પણ જ્યાં સુધી વ્યક્તિ તેમાં જ સંતોષ માનવાને બદલે જ્યારે પોતાની આગવી પ્રતિભાની તલાશની સફર શરુ કરે છે, ત્યારે એક અલગ જ ઈતિહાસ રચાય છે. ઘણી વખત સ્પોટલાઈટથી દૂર રહીને ગુમનામીમાં સંઘર્ષ કર્યા બાદ સફળતાના શિખરોને સર કરવા અને કોઈ મહાન વ્યક્તિની ઓળખના પડછાયામાં રહીને આગળ વધવા પ્રયત્ન કરવો - એ બંનેમાં ઘણો તફાવત છે. જોકે બંંને પરિસ્થિતિમાં અલગ-અલગ છતાં પડકારો તો રહેલા જ છેે. એકમાં જરુરિયાતને પૂરી કરવાનો તો બીજામાં લોકોની અપેક્ષાઓનો ભાર વ્યક્તિના મનોબળની આકરી કસોટી કરે છે. આ બધા વચ્ચે ટકી રહેવાનો જુસ્સો જ સફળતાની પહેલી શરત બની રહે છે. રમત વિશ્વમાં ધ ગ્રેટેેસ્ટ તરીકેની ઓળખ ધરાવતા મહાન બોક્સર મુહમ્મદ અલીની ઓળખ આપવા માટે તો કહી શકાય કે, સિર્ફ નામ હી કાફી હૈ... મહાન બોક્સર હોવાની સાથે અમેરિકામાં રંગભેદ સામેની લડાઈમાં અગ્રણીની ભૂમિકા ભજવનારા મુહમ્મદ અલીએ જે ઊંચાઈ રમતવીર તરીકે હાંસલ કરી હતી, તેના કરતાં વધુ ઊંચાઈ તેમણે સમાજસેવા કરીને પ્રાપ્ત કરી હતી અને...