પોસ્ટ્સ

Cricket લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ટ્રાવિસ હેડને એક સમયે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ટીમમાં સમાવવા અંગે દ્વિધા હતી !!!

છબી
ઘણી વખત અગોતરા આયોજનોને અચાનક પલ્ટાયેલી પરિસ્થિતિ જ્યારે વેરવિખેર કરી નાંખે છે, ત્યારે અપેક્ષા કરતાં પણ વિપરિત પરિણામોનો સામનો કરવો પડે છે. રમતના મેદાનમાં તો પળે-પળે પરિસ્થિતિમાં પરિવર્તન આવતા રહે છે. આવા  પરિવર્તનોની વચ્ચે એકાગ્રતાને ટકાવી રાખવાની સાથેે તેમાંથી રસ્તો કાઢીને આગળ વધવાની કુશળતા જ વિજેતા ખેલાડીનો નિર્ણય કરે છે. જે એવો ઈતિહાસ રચી જાય છે કે, જેને આવનારા વર્ષોમાં દુનિયા સતત યાદ કરતી રહી છે. આવો જ ઈતિહાસ ઓસ્ટ્રેેલિયાએ ભારતની ભૂમિ પર યોજાયેલા વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી અજેય રહેલી ટીમ ઈન્ડિયાને ખરાખરીના મુકાબલામાં મહાત કરીને રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાની આ સફળતાના પાયામાં ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ટ્રાવિસ હેડની ભૂમિકા અત્યંત મહત્વની રહી.  ભારત માટે માથાના દુઃખાવા સમાન સાબિત થયેલા હેડે વર્લ્ડ કપની ફાઈનલમાં રોહિત શર્માનો જબરજસ્ત કેચ તો ઝડપ્યો જ તેની સાથે સાથે અણનમ 137 રન ફટકારતાં ટ્રોફીને પોતાના દેશમાં લઈ જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. વર્લ્ડ કપની ફાઈનલ જેવો મેગા મુકાબલો અને તેમાંય હજ્જારો ચાહકોની હાજરીના દબાણ વચ્ચે એકાગ્રતા જાળવી રાખવાનો ફાયદો હેડને જ નહીં પણ તેની ટીમને ય મળ્યો અન...

એશિયન ક્રિકેટરના વંશીય અપમાનનો વિવાદ ઈંગ્લેન્ડના ક્રિકેટને ઘમરોળી રહ્યો છે

છબી
- પાકિસ્તાની મૂળના ક્રિકેટર રફિકે ઈંગ્લિશ ક્રિકેટની પ્રતિષ્ઠિત કાઉન્ટી યોર્કશાયરમાં તેની સાથે કરવામાં આવેલા વંશિય ભેદભાવ અને અપમાનજનક વર્તનની અંગે કરેલા આક્ષેપો અંગે અઢી વર્ષે સુનાવણી શરુ થઈ છે - યોર્કશાયર અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રફિકની ફરિયાદ બે વર્ષ દબાવી રાખી પણ 2020માં વિઝડનના રિપોર્ટમાં થયેેલા ખુલાસાને ઈંગ્લિશ મીડિયાએ એટલો ગજવ્યો કે સાંસદોના દબાણ હેઠળ આ અંગે સત્તાવાર તપાસ શરુ થઈ  સત્યમેવ જયતે - મુંડકોપનિષદ્ માંથી લેવામાં આવેલું દેવનાગરી ભાષાનું  આ સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે, પણ તેની સત્યતા વિશ્વવ્યાપક છે. સૂર્યને ઢાંકી શકતો નથી તેમજ સત્યના પ્રકાશને અટકાવી શકાતો નથી. ક્યારેક એવું પણ બને કે સત્યના પ્રકાશને જોવા કે ત્યાં સુધી પહોંચવામાં સમયનો કેટલોક પ્રવાહ વહી જાય પણ પરિણામ તો ભારતના ઋષિ-મુનીઓએ સ્પષ્ટ કરી દીધેલું છે. આ વાત એટલે યાદ આવી કે, ઈંગ્લેન્ડના ક્રિકેેટમાં એશિયનોના વંશિય અપમાન અને અમાનવીય વર્તનનો એક કિસ્સો હાલ ખળભળાટ મચાવી રહ્યો છે.  છેલ્લા અઢી વર્ષથી ઈંગ્લેન્ડના મીડિયામાં અને ક્રિકેટ જગતમાં ચર્ચાના ચગડોળેે ચઢેલો આ મામલામાં લાંબી તપાસ પ્રક્ર...