પોસ્ટ્સ

જાન્યુઆરી, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ફૂટબોલના બે ધુરંધરો ગઝાલો અને બેકેનબાવરની ચિરવિદાય સાથે એક યુગનો અસ્ત

છબી
સમયના વહેતા પ્રવાહમાંં ચડાવ-ઉતાર આવતો રહે છે અને ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતીનો સિલસિલો સતત અને અવિરત ચાલતો જ રહે છે. જોકે પરિવર્તનના પ્રવાહમાં જેઓ શિખરની ઉંચાઈના આસ્વાદનનો આનંદ મેળવે છે, તેઓ ઈતિહાસમાં પોતાની આગવી છાપ તો છોડી જ જાય છે, તેની સાથેે સાથે કરોડો ચાહકોના હૃદયમાં પોતાના માટે એક એવું સ્થાન મેળવી લે છે, કે જેના થકી તેઓ ઉન્નત ગિરિશિખર બનીને પેઢીઓની પેઢીઓને પ્રેરણા અને પડકાર પુરો પાડતાં રહે છે. ફૂટબોલ જગતમાં આવું જ વિશિષ્ટ સ્થાન ધરાવતા બ્રાઝિલના મારિયો ગઝાલો અને જર્મનીના ફ્રેન્ઝ બેકેનબાવરનું રહ્યું છેે, જેમણે જીવનપર્યંત રમતની સાથે ઉચ્ચ સ્તરે પોતાનો દબદબો જાળવી રાખ્યો. ફૂટબોલ જગતમાં બ્રાઝિલ અને જર્મનીને આજે જે આદરપાત્ર સ્થાન મળ્યું છે, તેના પાયામાં આ બંને દિગ્ગજોની સખત મહેનત, સફળતા, દૂરંદેેશી અને ફૂટબોલના વિકાસમાં કરેલું આગવું યોગદાન પાયારુપ છે. બ્રાઝિલ શબ્દ જ આજે ફૂટબોલનો પર્યાય બની રહ્યો છે અને ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં રેકોર્ડ પાંચ વખત વિશ્વવિજેતા બનવાની સિદ્ધિ તેના એકના નામે જ છે. જોકે આ પાંચમાંથી ચાર વર્લ્ડ કપ એવા છે કે, જેમાં મારિયો ગઝાલોએ બ્રાઝિલની સફળતામાં સીધી ભૂમિકા ભજ...

હરિયાણાના એેક નાનકડા ગામથી લઈને સવિતાની વિશ્વની શ્રેષ્ઠ મહિલા ગોલકિપર સુધીની સફર

છબી
આક્રમણની સાથે સાથે સંરક્ષણ પણ પાયાની જરુરિયાત છે. આક્રમણ હંમેશા વિસ્તરતા જતી ઉધ્વ રેખા સમાન છે, જે સફળતાના ગ્રાફને સતત ઊંચે ને ઊંચે પહોંચાડવા માટે કૂદકા લગાવતું રહે છે. જોકે આભને આંબવાની ચાહની સાથે સાથે ધરતી પર પગ ટકાવીને રાખવા એ પણ પાયાની શરત છે. અહીં સંરક્ષણનું કામ છે. જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેની સાચવીને-બચાવીને રાખવાનું છે. વિકાસની ગતિને કે પછી સફળતાના વ્યાપને માપવામાં આવે ત્યારે આક્રમણની સાથે સંરક્ષણ એ બંને ધ્રુવ સમાન સાબિત થાય છે અને તેના થકી જ સફળતાનો કે પછી જીત કે હારનો ખરો ક્યાસ કાઢી શકાય છે.  ક્રિકેટમાં માત્ર વિકેટકિપરની ભાગ્યે જ વિશેષ ઓળખ હોય છે, તેવી જ હાલત ફૂટબોલ તેમજ હોકી જેવી રમતોમાં ગોલકિપરની હોય છે. જેઓ કારકિર્દી દરમિયાન ભલે હરિફ ટીમના હજારથી વધુ ઘાતક આક્રમણને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હોય, પણ એકાદ નિષ્ફળતા તેમની કારકિર્દી અને જિંદગીને ભારે પડી જતી હોય છે. આ જ કારણે રમતના મેદાનમાં ઉતરતા જૂજ બાળકોનું કે તેમના વાલીઓનું સ્વપ્ન ગોલકિપર બનવાનું કે બનાવવાનું હોય છે. આમ છતાં ગોલકિપિંગમાં પણ કેટલીક એવી વિશિષ્ટ પ્રતિભા છે, કે જેઓએ પોતાના શાનદાર દેખાવને સહારે ધ વોલ તરીકે...