યોનાસ વિનિગો માછીમારી કરીને કમાયેલા નાણાંથી સાઈક્લિંગની પ્રતિષ્ઠિત ટુર ડી ફ્રાન્સમા ચેમ્પિયન બન્યો
દરેકની જિંદગીની રાહમાં અણધાર્યા અને અદ્રશ્ય પડકારની એક આખી ફોજ ઉભી જ હોય છે. જ્યારે કોઈ લક્ષ્યની પ્રાપ્તિ માટેની સફર શરુ થાય છે, ત્યારે જ આ વિઘ્નો નજરની સામે દેખાવા લાગેે છે. આમ પણ ઘરમાં બેસી રહેનારને કશું હાંસલ થતું નથી અને પ્રવાસનું જ બીજું નામ અગવડ છે, જે વ્યક્તિનું ઘડતર તો કરેે જ છે, સાથે સાથેે આવનારી વિપત્તીનો સામનો કરવાની હિંમત અને કુશળતાનો પણ વિકાસ કરેે છેે. જેના કારણે બીજાને માટે અશક્ય લાગતા પડકાર પણ સરળતાથી પાર કરવાની આવડત કેળવી શકાય છે. જેમ વિઘ્ન દોડનો ખેલાડી તેની લેનમાં આવતા વિઘ્નોને પલકવારમાં પાર કરી દે, તેવી જ રીતેે જેમની નજર વિજય રેખાની પાર રાહ જોઈ રહેલા સુવર્ણચંદ્રક પર મંડાયેલી હોય, તેઓને કોઈ વિઘ્ન અટકાવી શકતું નથી. ફ્રાન્સ સહિત સ્પેન, બેલ્જીયમ, ઈટલી અને જર્મની એમ યુરોપના પાંચ દેેશોને આવરી લેતી અને એક સદીથી પણ લાંબો ઈતિહાસ ધરાવતી અત્યંત પડકારજનક અને પ્રતિષ્ઠિત એવી સાઈક્લિંગ રેસ - ટુર ડી ફ્રાન્સમાં ડેનમાર્કના 25 વર્ષના યોનાસ વિનિગોએ સતત બીજા વર્ષે સફળતા મેળવી. આ સાથે યોનાસ ટુર ડી ફ્રાન્સના 110 વર્ષના ઈતિહાસમાં બે વખત ટાઈટલ જીતનારા ડેનમાર્કના સૌપ્રથમ સાઈક્લિસ્ટ તરીકે ...