પોસ્ટ્સ

જુલાઈ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંધારી આલમના ઓછાયા વચ્ચે પણ હૈતીની મહિલા ફૂટબોલ ટીમની હરણફાળ

છબી
જંગ જીતવાની જીગરમાં હામ હોવી જોઈએ, શૂરવીરતા કંઈ કોઈ શસ્ત્રોમાં નથી હોતી. કવિ અગનના શબ્દો એ બાબતને સ્પષ્ટ કરે છે કે,  માત્ર સંસાધનો અને સગવડો જ સફળતાને સુનિશ્ચિત કરતી નથી. તમામ પ્રકારની સગવડો, અઢળક નાણા અને આધુનિક ટેક્નોલોજી વગેરે જેવા સંસાધનો પણ કાંડાના કૌવત વિના પાંગળા છે. રમતના મેદાનમાં ખરુ ખમીર તો ખેલાડીની અંદર પડેલું હોય છે. તમામ પ્રકારની હાઈટેક ટેક્નોલોજીની મદદ કે સુપર ફૂડ એ ખેલાડીને બહેતર બનાવી શકે છે, પણ માત્ર તેના જ સફળતા સફળતાના શિખર સુધી પહોંચી શકાતું નથી. ખેલાડીના જોશ, ઝનૂન અને જઝ્બા સાથેનો જોરદાર પ્રયાસ જ અનોખો ઈતિહાસ આલેેખે છે અને ત્યારે સંપન્ન દેશોના ખેલાડીઓ પણ ટાંચા સંંસાધનોને સહારે આગળ આવેલા ખેલાડીઓ સામે વામણા પુરવાર થતાં હોય છે. આવી જ સફળતા કેરેબિયન વિસ્તારમાં આવેલા એક નાનકડા એવા હૈૈતી દેેશની મહિલા ફૂટબોલરોએ મેળવી છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફા દ્વારા દર ચાર વર્ષે યોજાતા મહિલા ફૂટબોલરો માટેના મહાકુંભ એટલે કે ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન થાય છે, જેેમાં પહેેલીવાર કેરેબિયન દરિયા કાંઠેે વસેેલા ટાપુઓના સમૂહમાં સ્થાન ધરાવતા હૈતી નામના નાનકડા દેે...

બેડમિંટનના ગોલ્ડન બોઈઝ ચિરાગ અને સાત્વિક ભારતીય સંસ્કૃતિના સમન્વયનું જીવંત પ્રતીક

છબી
સહિષ્ણુતા અને નાવીન્યનો સ્વીકાર એ ભારતીય પ્રજાનું વિશિષ્ટ લક્ષણ છે. આ જ કારણે દુનિયાની વિવિધ સંસ્કૃતિના સંગમ તરીકેની ઓળખ તો ભારત વર્ષોથી ધરાવે છે. તેની સાથે સાથે વિશ્વમાં ચોતરફ અલગ-અલગ રુપ-રંગ અને પરિસ્થિતિના ઢાળમાં ઢળી જવા છતાં પોતાની વિશેષતાને જાળવી રાખનારા ભારતીયો સાહજિક ઓળખાઈ જાય છે. નીદા ફાઝલીના શબ્દોની જેમ કુછ તુમ ભી બદલ કર દેખો, કુછ હમ ભી બદલ કર દેખેં નો અભિગમ જ શ્રેષ્ઠતાની નજીક લઈ જવામાં ઉપયોગી બની છે.  ખાસ કરીને જ્યારે સામુહિક પ્રયાસ થકી સિદ્ધિ હાંસલ કરવાની હોય, ત્યારે દરેક પોતાની ભૂમિકાને અસરકારક રીતે ભજવેે એ જરુરી હોય છેે. પોતાના વ્યક્તિગત લક્ષ્યને જ્યારે સહિયારા પ્રયાસના પ્રવાહમાં એકરુપ કરી દેવામાં આવે ત્યારે જ ચમત્કારો સર્જાતા હોય છે. એક સમયે ટેનિસની રમતમાં જે પ્રકારે લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની જોડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે અણધારી સફળતાનો સિલસિલો સર્જતા ખળભળાટ મચાવ્યો હતો, તેવી જ સફળતા હાલ સાત્વિકસાઈરાજ રાન્કિરેડ્ડી અને ચિરાગ શેેટ્ટીની જોડી બેડમિંટનની દુનિયામાં મેળવી રહી છે.  ભારતીય બેડમિંટને છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય પટલ પર પોતાની તેજસ્વીતાના અજવાળા પાથર...