પોસ્ટ્સ

ઑગસ્ટ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મો બર્ગે : બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના બેસબોલ ખેલાડીએ ગુપ્તચર તરીકે અણધાર્યા કામ પાર પાડ્યા

છબી
રમતમાં એ તાકાત છે કે, તે ખેેલાડીના જીવનમાં આમૂલ પરિવર્તન આણી શકેે છેે. ખેલાડી બનવા માત્રથી વ્યક્તિને નિર્ણાયક ભૂમિકા ભજવવાની તક સાંપડે છે. તે તાળીઓ પાડનારા અને માત્ર બીજાનો જુસ્સો વધારનારા ટોળામાંથી અલગ થઈ જાય છે. આ જ કારણેે તેનામાં નેતૃત્વની સાથે સાથે તનાવની વચ્ચે પણ કૌશલ્યપૂર્વકની વિશેષતાનો ગુણ વિકાસ પામે છે. રોજિંદા જીવનમાં પણ બિન-ખેલાડી અને ખેલાડી હોય કે પછી એક સમયે ખેલાડી રહી ચૂક્યા હોય તેવા વ્યક્તિની કાર્યકુશળતામાં આભ-જમીનનો ફેરફાર જોવા મળતો હોય છે. આ જ કારણેે ખેલાડીઓ માત્ર ખેલના મેદાનમાં જ નહીં પણ જિંદગીમાં પણ અસાધારણ સિદ્ધિઓને હાંસલ કરી બતાવતા હોય છેે. આવી જ એ વિરલ ખેલ-પ્રતિભા મો બર્ગે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના ગુપ્તચર તરીકે પોતાનો જીવ જોખમમાં મૂકીને અસાધારણ અને અવિશ્વસનીય એવી સફળતા મેળવતા પોતાના દેશની સેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  યુક્રેનીયન મૂળના અમેરિકી બેસબોલ ખેલાડી મો બર્ગે રમતના મેદાનમાં તો જબરજસ્ત સફળતા હાંસલ કરી જ હતી. તેની સાથે-સાથે તેણે બીજા વિશ્વયુ્દ્ધ (1939-1945) દરમિયાન અમેરિકાના ગુપ્તચર તરીકે પણ દેશની સેવા કરી હતી. રમતનું મેદાન એ ખેલાડીમાં એક સૈનિકના પ્...

પ્રવીણ સાવંત : તીરંદાજીમાં ભારતની સ્વર્ણિમ સફળતાનો રિયલ હિરો

છબી
ખુદ અમેે તો ન પહોંચી શક્યા મંઝીલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી   નિષ્ફળતાએ રમત અને જિંદગીની વાસ્તવિકતા છે, પણ આ નિષ્ફળતા જ ઘણીવાર સફળતાના એવા રાજમાર્ગના દરવાજા ઉઘાડી દેે છે કે, જેના થકી આવનારી પેેઢી આસમાની ઉંચાઈને હાંસલ કરી શકે છે. પોતાની નિષ્ફળતા પર શોક કરવા કેે પ્રયાસોને છોડી દેવાને બદલે કવિ બેફામની જાણીતી ગઝલના શબ્દોને પોતાનો જીવનપથ બનાવનારા મૂક-સેવકો જ ચમત્કારિક સફળતાના પાયામાં રહેલા હોય છે.  ભારતની પ્રાચીન શસ્ત્રવિદ્યા તીરંદાજી આધુનિક સમયમાં હવે રમત સ્પર્ધાનું સ્વરુપ ધારણ કરી ચૂૂકી છે, તેની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના 92 વર્ષના સુવર્ણચંદ્રકના દુષ્કાળનો અંત મહારાષ્ટ્રની 17 વર્ષની કિશોરી અદિતી સ્વામીએ આણ્યો. અદિતીએ જર્મનીના બર્લિનમાં તીરંદાજીની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ધાર્યા નિશાન પાર પાડતાં વિશ્વવિજેતાનો તાજ ધારણ કરનારી સૌપ્રથમ ભારતીય તરીકેનો વિક્રમ નોંધાવ્યો. અદિતીની ઐતિહાસિક સફળતાની ઉજવણીને બેેવડાવતા 21 વર્ષના ઓજસ દેવતળેએ ક્મ્પાઉન્ડ તીરંદાજીમાં પુરુષોની સ્પર્ધામાં વિશ્વવિજેેતા બનવાની સિદ્ધિ હાંસલ કરી. આ સાથે 1931થી યોજાતી તીરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને 92 વર્ષ એક ...

ઉત્તર કોરિયાનો પ્રતિભાશાળી ફૂટબોલર રાતોરાત ગાયબ થઈ ગયો

છબી
ચારેબાજુ સીસીટીવીથી માંડીને મોબાઈલ કેમેરાના લેન્સનું સામ્રાજ્ય પ્રસરી ચૂક્યું છે, ત્યારે ભાગ્યે જ કોઈ ઘટના કે સેલિબ્રીટીઝ તેનાથી પોતાની ઓળખને છુપાવી શકે છે. તેમાંય ઈન્ટરનેટના દરિયામાં તરત વિશાળકાય જહાજો જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર તો દેશ-દુનિયાથી માંડીને જાણીતા અને અજાણ્યાઓની પ્રોફાઈલ્સ અને વિડિયોનો અવિરત પ્રવાહ વહ્યા કરતો હોય છેે. એક સમયે દુનિયા માટે જે કલ્પનાનો વિષય હતું, તે ગ્લોબલ વિલેજ આજે પ્રત્યેક વિશ્વનાગરિકને માટે સહજ સુલભ બન્યું છે. જોકે હજુુ પણ કેટલાક એવા દેશો છે કે,જ્યાંના સત્તાધીશો તેમની પ્રજાને વૈશ્વિક પ્રવાહમાં ભળવા દેવા માંગતા નથી, તેની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે, જો તેઓને દુનિયામાં અન્ય દેશોના નાગરિકોની સ્વતંત્રતાનો  પવન અડી જાય તો એક નવો નજજુવાળ સર્જાય અને વર્ષોથી રાજ કરનારાના મૂળિયા હલી જાય.  ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરના ઢગલાબંધ નિયંત્રણો ધરાવતા દેશોમાં નોર્થ કોરિયા મોખરે છે. તાનાશાહ કિમ જોંગ ઉનના શાસન હેઠળના નોર્થ કોરિયામાં નાગરિકોની આઝાદી એ શાૅ-કેસમાં મુકેલા પુતળા જેવી - બહારની દુનિયાને દેખાડવા પુરતી છે, પણ અંદરખાને પરિસ્થિતિ તદ્દન ભિન્ન છે અને તેન...

કોચની એક જ સલાહને સહારે પારુલ ચૌધરીની એશિયન એથ્લેટિક્સમાં સફળતા

છબી
જિંદગી હોય કે રમતનું મેદાન - સફળતા માત્ર સખત મહેનત અને પરિશ્ચમ માત્રથી જ મળતી નથી, પણ ગુરુ કે કોચની ભૂમિકા પણ અત્યંત મહત્વની બની રહેે છે.  ગુરુ પરનો ભરોસો અને તેમના શબ્દોમાં મૂકેલો વિશ્વાસ જ સફળતા સુધીની સફરને આસાન અને ઝડપી બનાવી દે છે. જેનો અહેસાસ સફળતા મેળવનારને વહેલો કે મોડો થયા વિના રહેતો નથી. એકલવ્યની જેમ એકાંતમાં ગમે તેટલી સાધના કરવામાં આવે પણ તેનું ફળ ત્યારે જ મળે છે કેે, જ્યારે નજરની સામે  ગુરુની મૂર્તિ અવિરત તરવરતી રહેતી હોય. તેમના શબ્દ પર સમગ્ર જીવનની દિશા બદલી નાંખવાની તૈયારી હોય. આવી જ સફળતા ભારતીય એથ્લીટ પારુલ ચૌધરીએ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બેવડા ચંદ્રકો જીતીને મેળવી છે.  થાઈલેન્ડના બેંગકોકમાં એશિયાના 42 દેશોના એથ્લીટ્સ વચ્ચે યોજાયેલી 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની 28 વર્ષની પારુલ ચૌધરીએ સુવર્ણ અને રજત એમ બે ચંદ્રકો જીતીને રેકોર્ડબુકમાં પોતાનું નામ કાયમ માટે અંકિત કરાવી દીધું છે. પારુલે મહિલાઓની 3000 મીટરની સ્ટીપલચેઝ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો, તો 5000 મીટરની દોડમાં તેને રજતથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે, પારુલની આંત...