ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના સિદ્ધિના નવા શિખરે
પ્રયત્ન જો અથાગ અને એકધારા હોય તો તેનું ફળ મળ્યા વિના રહેતું નથી. અપેક્ષા એ એવી ટાઈમ ફ્રેમ છે, કે જેમાં અપેક્ષિત પરિણામ ન મળે એટલે નિરાશા અને હતાશા જન્મે છે. જેઓને સફળતા માટે પોતાનાના મનના કહ્યા મુજબ ટાઈમફ્રેમ નક્કી કરતાં નથી અને ફળના ઈંતજારમાં બેસી રહેવાને બદલે માત્ર કર્મ કર્યેે રાખે છે, તેમને અદ્વિતિય અને અદ્ભૂત કહી શકાય તેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છેે. કબીર સાહેબે ફળની અપેક્ષા વિના કર્મની પ્રાધાન્યતાને અસરકારક રીતેે રજુ કરતાં કહ્યું છે કે, ધીરે ધીરે સે મના, ધીરે સે સબ હોત ; માલી સીંચે સો ઘડા, ઋત આયેે ફલ હોત. સો ઘડા પાણીનું સિંચન કર્યા બાદ પણ ફળ ત્યારે જ મળે છેે, જ્યારે તેની મૌસમ આવે છે. વિશ્વ ટેનિસમાં છેલ્લા બે દાયકાથી ભારતનું નામ રોશન કરી રહેલા 43 વર્ષના રોહન બોપન્નાની કારકિર્દી હવે અસ્તાચળેે છે, ત્યારે તેનો ઝળહળાટ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટેનિસના ટોચના ડબલ્સ ખેલાડીઓમાં સ્થાન ધરાવતો રોહન બોપન્ના તેની કારકિર્દીમાં એક મિક્સ ડબલ્સ ટાઈટલ જીતી ચૂક્યો છે. તાજેતરમાં જ તેણે ગ્રાન્ડ સ્લેમ કરતાં એક પગથિયું નીચેની ગણાતી એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ ઈન્ડિયન વેલ્સમાં મેન્સ ડબલ્સ ટાઈટ...