પોસ્ટ્સ

Chess Olympiad લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

17 વર્ષના છોકરડા ગુકેશે ભારતીય ચેસમાં વિશ્વનાથન આનંદનું 38 વર્ષનું સામ્રાજ્ય ડોલાવી દીધું

છબી
ઈતિહાસની મહત્તા ત્યાં સુધી જ સર્વોપરી રહે છે, જ્યાં સુધી વર્તમાન તેની સિદ્ધિઓના શિખરોને સર કરી ન લે ! આ જ કારણે ભૂતકાળની ગૌરવગાથાઓ કરતાં ઉદ્યમિતાના ગુણગાનને વધુ શ્રેયકર અને ચઢિયાતા લેખવામાં આવે છે. કારણ કે તેના થકી જ સિદ્ધિના નવા શિખરોનેે અને ઐતિહાસિક સીમાચિહ્નોને હાંસલ કરી શકાય છે. આ જ કારણે રમતની દુુનિયામાં કહેવત છે કે, દરેેક રેકોર્ડ એ તૂટવા માટે જ સર્જાય છે. એક સમયે જે સફળતાને કલ્પનાતીત અને અનન્ય ગણવામાં આવતી હોય તેને સમયાંતરે જ ઓળંગીને આગળ વધી જતી વિરલ પ્રતિભાઓનું આગમન થતું જ રહે છે.  ભારતીય ચેસ જગતમાં એવી કેટલીક વિરલ અને યુવા પ્રતિભાઓએ પાંખો પસારી છે કે, જેની નોંધ આખી દુનિયાને લેવાની ફરજ પડી છે.  વિશ્વના 206 દેશોના ખેલાડીઓ વચ્ચે ખેલાયેલા ચેસના વર્લ્ડકપમાં ભારતના 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાએ છેક ફાઈનલ સુધીની સફર ખેડતા રજત ચંદ્રક હાંસલ કર્યો. ચેસના વર્લ્ડકપના ઈતિહાસમાં 23 વર્ષ બાદ આ પહેલીવાર ભારતનો ખેલાડી ફાઈનલ રમ્યો હોવાની ઘટના બની. રસપ્રદ બાબત એ રહી કે, છેલ્લે આ ગૌરવ ભારતના ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે  જ મેળવ્યું હતુ. આનંદ ભૂતકાળમાં એક કે બે નહીં, પણ પાંચ વ...