અમન સહરાવત : એશિયન કુસ્તીમાં ભારતનો એકમાત્ર સુવર્ણ સિતારો
' સફર મેં ધૂપ ભી હોગી , ચલ સકો તો ચલો ; સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો... ' નીદા ફાઝલીની જાણીતી પંક્તિઓ કઠોર વાસ્તવિકતાના ચિત્રણની સાથે હોંસલાને પડકાર ફેંકે છે. મુશ્કેલીઓ અને વિઘ્નો જ વ્યક્તિને તેની કાબેલિયતનો અને પ્રતિભાના વિસ્તારનો અહેસાસ કરાવે છે અને આ જ બાબત સફળતાને વધુ આનંદદાયક તો બનાવે જ છે, પણ તેની સાથે સાથે તે અન્યો માટે દીવાંદાડીની ગરજ પણ સારે છે. આવી જ સફળતા કઝાખસ્તાનની રાજધાની અસ્તાનામાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતના એકમાત્ર સુવર્ણ સિતારા તરીકે બહાર આવેલો 19 વર્ષનો અમન સહરાવત ખરેખર ભારતીય કુસ્તીના સહેરા સમાન છે. કુસ્તી ભારતની પરંપરાગત રમત રહી છે. જોકે, વૈશ્વિક સ્પર્ધાઓમાં સફળતાના દ્રષ્ટીકોણથી જોતા ભારત હજુ તેની ક્ષમતા પ્રમાણેના ચંદ્રકો હાંસલ કરી શકતું નથી તેવું સ્પષ્ટ થાય છે. એશિયાન કુસ્તી ચેમ્પિયનશિપમાં છેલ્લા બે વર્ષથી ભારતને એક માત્ર સુવર્ણ ચંદ્રક મળી રહ્યો છે અને તે પણ ફ્રિસ્ટાઈલ કુસ્તીની 57 કિલોગ્રામ વજનવર્ગની સ્પર્ધામાં તો છેલ્લા ચાર વર્ષથી ભારતે દબદબો જમાવ્યો છે. સળંગ ત્રણ વખતથી ચેમ્પિયન બનનારો રવિ દહિયા ઓલિમ્પિકમાં રજત ચંદ્રક હાંસલ કર...