પોસ્ટ્સ

Leander Paes લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

છબી
ઓલિમ્પિક પૃથ્વી પર યોજાતા સૌથી મોટા રમતોત્સવ તરીકેનું ગૌરવ ધરાવે છે પણ તેના પછીનું સ્થાન એશિયાડ તરીકેની ઓળખ ધરાવતી એશિયન ગેમ્સને મળે છે. વૈશ્વિક જનસંખ્યામાં બાહુલ્ય ધરાવતા એશિયા ખંડના ચતુઃ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યા 11,000ના આંકડાને પાર કરી જાય છેે. આ વર્ષે ચીનના હાંગઝૂ શહેરમાં શરુ થઈ ચૂકેલી 19મી એશિયન ગેમ્સ - ઓલિમ્પિકની જેમ તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક વર્ષ વિલંબથી યોજાઈ રહી છે. જેમ ટોકિયો ઓલિમ્પિકને કોરાના કારણે એક વર્ષ સ્થગિત કરવા પડ્યા હતા, તેવી જ રીતે હાંગઝોઉ એશિયન ગેમ્સ કે જે 2022માં યોજાવાના હતા, તેને કોરાનાના લીધે જ એક વર્ષ પછી હવે આયોજીત કરવામાં આવી રહ્યા છે.  એશિયન ગેમ્સનો દરજ્જો રમતની દુનિયામાં આમ તો ત્રીજા ક્રમનો કહી શકાય. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી સૌથી મહત્વની બહુરાષ્ટ્રીય અને બહુરમત સ્પર્ધા એટલે એશિયન ગેમ્સ. ઈ.સ. 1951થી શરુ થયેલી એશિયન ગેેમ્સની છેલ્લા 13 વર્ષમાં રમાયેલી ચાર આવૃત્તિઓમાં ભારત ચંદ્રકોની સંખ્યામાં સાતત્યપૂર્ણ રીતે અડધી સદી ફટકારતું આવ્યું છેે. પાંચ વર્ષ અગાઉ 2018માં યોજાયેલી જકાર્તા-પાલેમબાગ એશિયન ગેમ્સમાં તો ભારતે 16 સ...

ભારતીય રમતના આકાશમાં ઝગમગતી પિતા-પુત્રની જુગલ જોડી

છબી
બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે શેરીજી ; બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી ઊંચે દેરીજી ગુજરાતી સાહિત્યમાં શેષના ઉપનામથી વિશેષ રત્નસંપુટ રચનાઓના સર્જક એવા રા.વિ. પાઠકે બાળકની જિંદગીમાં પિતાની ભૂમિકાને આબાદ રીતે શબ્દદેહ આપ્યો છે. માતાના વાત્સલ્ય અને પ્રેમની અભિવ્યક્ત તો સાહિત્યમાં ઠેર-ઠેર છે, પણ મહદ્અંશે પિતાની લાગણી આંગળીયાત રહી છે. જોકે દરેક સંંતાનને જિંદગીના ધ્યેયનો અને સમાજની સ્થિતિનો બોધ કરાવવાની જવાબદારી પિતાના ખભે જ રહેલી હોય છે. સમાજમાં ધબકતા સંવેદનો માતૃહૃદયને આભારી છે, તો બૌધ્ધિકતા એ પિતાના અધિકારનું ક્ષેત્ર છે. માતાના ખોળામાંથી ઉઠેલા બાળકને સ્હેજ કષ્ટ આપીને પણ ડુંગરે ઊંચેે આવેલી દેરી સમાન ઉચ્ચ લક્ષ્યાંકોના દર્શન કરાવવાની અને ત્યાં સુધીની સફરના કષ્ટોને માટે તૈયાર કરવાનું કાર્ય પિતાને આભારી છે.  ધરતીને ફાડીને અંકુરણ પામેલા કુમળા અંકુરની વટવૃક્ષ થવાની સફર આસાન હોતી નથી. તોફાની પવનો અને સૂરજના તડકાનો સામનો કરવો આસાન હોતો નથી, પણ હકીકતમાં જ ઘડતર છે અને આ જ પ્રકારે પિતા પણ બાળકના વ્યક્તિત્વનું મૌન રહીને સતત ઘડતર કરે છે, જેન...