ભારતીય ફૂટબોલની કોને પડી છે?

 ભારતીય ફૂટબોલ જગતને આંચકો 
જમશેદપુર એફસીની સિનિયર ટીમ બંધ કરશે

ટાટા ગ્રૂપ (Tata Group) ના સમર્થનવાળી જામશેદપુર ફૂટબોલ એન્ડ સ્પોર્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ (JFSPL) એ આગામી ૨૦૨૬–૨૭ ની સીઝનથી તેની સિનિયર મેન્સ ટીમને કાયમી ધોરણે બંધ કરવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયન સુપર લીગ (ISL) માં પ્રવેશ્યા બાદ, આ ક્લબે ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ફૂટબોલ ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. પરંતુ આ અચાનક લેવાયેલા નિર્ણયથી હજારો સમર્થકો, સ્થાનિક ખેલાડીઓ અને સમગ્ર સપોર્ટ સ્ટાફ ઘેરી નિરાશા અને ચિંતામાં ડૂબી ગયા છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

આ આકરો નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના નવા ક્લબ-આધારિત નાણાકીય અને સંચાલન મોડલ હેઠળ ઊભી થયેલી અસમર્થતા છે. ક્લબે ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લંબાવવામાં આવેલી છેલ્લી સમયમર્યાદા સુધીમાં પાર્ટિસિપેશન ફીનો પ્રથમ હપ્તો (રૂ. ૫૫ લાખ) ચૂકવ્યો નથી. મેનેજમેન્ટનું સ્પષ્ટપણે માનવું છે કે વર્તમાન ટોચના સ્તરના ભારતીય ફૂટબોલ મોડલનું કોમર્શિયલ અને ગવર્નન્સ માળખું લાંબા ગાળા માટે આર્થિક રીતે વ્યવહારુ નથી. આથી, ભારે નાણાકીય ભારણ અને નીતિગત ગંભીર મતભેદોને કારણે સિનિયર ટીમના સંચાલનને કાયમી ધોરણે અટકાવવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી આખી લીગનું માળખું પણ પ્રભાવિત થશે.ખેલાડીઓ અને વર્તમાન સ્થિતિ પર ગંભીર અસર આ આઘાતજનક જાહેરાત એવા સમયે આવી છે જ્યારે જમશેદપુર એફસીની સિનિયર ટીમ હાલમાં પ્રતિષ્ઠિત ડ્યુરેન્ડ કપ (Durand Cup) સ્પર્ધામાં સક્રિયપણે રમી રહી છે. ટૂર્નામેન્ટની વચ્ચે જ અચાનક ટીમના અસ્તિત્વ પર જ સવાલ ઊભો થતાં ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ ભારે આઘાતમાં સરી પડ્યા છે. 

પ્રતિક ચૌધરી અને પ્રોણય હાલ્દર જેવા દેશના જાણીતા સિનિયર ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો જાહેર કરીને ટાટા ગ્રૂપના ઉચ્ચ અધિકારીઓ અને ચેરમેનને આ નિર્ણય પર પુનઃવિચાર કરવા માટે નમ્ર અપીલ કરી છે. જો કે, ટાટા મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખેલાડીઓ સાથેના વર્તમાન નાણાકીય કરારોનું સંપૂર્ણ સન્માન કરશે અને બાકીની રકમ ચૂકવશે, પરંતુ આગામી ઓપન ટ્રાન્સફર વિન્ડોમાં તમામ સભ્યોએ પોતાના કરિયર માટે નવી ફૂટબોલ ક્લબ શોધવી પડશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી