પોસ્ટ્સ

ઊંચી કૂદની લોકપ્રિય ફોસબરી ફ્લોપ પદ્ધતિના જનકની વિદાય

છબી
- અમેરિકાના ઓરેગનના પોર્ટલેન્ડમાં જન્મેલા ફોસબરીને ઊંચી કૂદમાં પરંપરાગત પદ્ધતિઓ અનુકૂળ ના આવી ને તેમણે પોતાની આગવી પદ્ધતિ વિકસાવી ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો તેમની પદ્ધતિ છેલ્લા છ દાયકાથી ટોચના એથ્લીટ્સની પહેલી પસંદ બની રહી છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના , થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના ! શાળાના પાઠ્યક્રમમાં સામેલ અમૃત ઘાયલની આ પંક્તિઓ ભાવિ નાગરિકોને નવા સ્ટાર્ટઅપ માટે સ્ટાર્ટઅપ શબ્દના જન્મ પહેલેથી પ્રેેરણા આપતી રહી છે ! પ્રત્યેક મહાન વ્યક્તિની વિશેષતા એ છે કે , તેઓએ પરંપરાગત માર્ગો અને વિચારોથી અલગ જઈને કશું નવું કરવાની કોશીશ કરી. જે કાળની કેડીએ એક સમયે નવીન અને અપ્રચલિત મનાતું તે જ સફળતાનો રાજમાર્ગ બની રહે છે. આવું જ કંઈક અમેરિકાના ઊંચી કૂદના ખેલાડી રિચાર્ડ ડગ્લાસ ફોસબરી સાથે પણ બન્યું હતુ. તેમને તેમના સમયમાં પ્રચલિત એવી ઊંચી કૂદની તમામ પદ્ધતિઓમાંથી કોઈ અનુકૂળ ન આવી અને આ જ કારણે તેમણે એક નવી જ પદ્ધતિ વિકસાવી , જેમાં ખેલાડી ઊંચી કૂદમાં જમીનને સમાંતર ઊંચાઈ પર આડા બાંધેલા વાંસ પરથી પહેલા માથુ , પછી ખભા અને છેલ્લે પગને પસાર કરે છે. આ સમયે તેનો ચહરો આકાશ તરફ રહે છે અને તે પ...

એશિયન ક્રિકેટરના વંશીય અપમાનનો વિવાદ ઈંગ્લેન્ડના ક્રિકેટને ઘમરોળી રહ્યો છે

છબી
- પાકિસ્તાની મૂળના ક્રિકેટર રફિકે ઈંગ્લિશ ક્રિકેટની પ્રતિષ્ઠિત કાઉન્ટી યોર્કશાયરમાં તેની સાથે કરવામાં આવેલા વંશિય ભેદભાવ અને અપમાનજનક વર્તનની અંગે કરેલા આક્ષેપો અંગે અઢી વર્ષે સુનાવણી શરુ થઈ છે - યોર્કશાયર અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રફિકની ફરિયાદ બે વર્ષ દબાવી રાખી પણ 2020માં વિઝડનના રિપોર્ટમાં થયેેલા ખુલાસાને ઈંગ્લિશ મીડિયાએ એટલો ગજવ્યો કે સાંસદોના દબાણ હેઠળ આ અંગે સત્તાવાર તપાસ શરુ થઈ  સત્યમેવ જયતે - મુંડકોપનિષદ્ માંથી લેવામાં આવેલું દેવનાગરી ભાષાનું  આ સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે, પણ તેની સત્યતા વિશ્વવ્યાપક છે. સૂર્યને ઢાંકી શકતો નથી તેમજ સત્યના પ્રકાશને અટકાવી શકાતો નથી. ક્યારેક એવું પણ બને કે સત્યના પ્રકાશને જોવા કે ત્યાં સુધી પહોંચવામાં સમયનો કેટલોક પ્રવાહ વહી જાય પણ પરિણામ તો ભારતના ઋષિ-મુનીઓએ સ્પષ્ટ કરી દીધેલું છે. આ વાત એટલે યાદ આવી કે, ઈંગ્લેન્ડના ક્રિકેેટમાં એશિયનોના વંશિય અપમાન અને અમાનવીય વર્તનનો એક કિસ્સો હાલ ખળભળાટ મચાવી રહ્યો છે.  છેલ્લા અઢી વર્ષથી ઈંગ્લેન્ડના મીડિયામાં અને ક્રિકેટ જગતમાં ચર્ચાના ચગડોળેે ચઢેલો આ મામલામાં લાંબી તપાસ પ્રક્ર...

સાનિયા મિર્ઝા : ભારતીય ટેનિસ ક્વિન

છબી
દરેક નવી શરુઆતનો પ્રારંભ સંઘર્ષથી જ થાય છેે. સફળતાનો રાજમાર્ગ તૈયાર થઈ ગયા બાદ દૂર-સુદૂરની સફર ખેડવી રમત વાત બની રહે છે, પણ સાવ અજાણી ભૂમિ પર કેડી કંડારવા માટેનો પહેલવહેલો પ્રવાસ લોહીલુહાણ પગ અને અનિશ્ચિતતાના અજંપાથી ભરેલો હોય છે. જ્યાં સુધી કોઈ પોતાની જાતને દાવ પર લગાવીને દર્દનાક અહેસાસમાંથી પસાર થતું નથી,ત્યાં સુધી કોઈ પણ ક્ષેેત્રમાં સફળતાની નવી રાહને તૈયાર થતી નથી. આ જ કારણે નવી શરુઆત કરવામાં હંમેશા કંટકો અને પથ્થરોનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે અને દરેક ક્ષેત્રમાં નવી પહેલ કરનારનો અનુભવ આવો જ રહે છે અને જેે તેેને સહન કરવાની તાકાત બતાવે છેે, તેને જ પાયોનિયર તરીકેની ઓળખ મળી રહે છે.  ટેનિસ વિશ્વમાં ભારતીય મહિલા ખેલાડી તરીકે અનેક કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે યુવા મહિલા ખેલાડીઓને બંધનો તોડીને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડનારી સાનિયા મિર્ઝાની બે દાયકાની કારકિર્દી પર તેણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. સાનિયાની ટેનિસ કોર્ટમાંથી થયેલી વિદાયને કારણે વૈશ્વિક સ્તરે ભારતીય મહિલા ટેનિસમાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ડબલ્સ પ્લેેયર તરીકે સીમાચિહ્નરુપ સફળતા હાંસલ કરનાર...

તુલસીદાસ બલરામ : ભારતીય ફૂટબોલની હોલી ટ્રિનીટીના આખરી ધુરંધરની ચિરવિદાય

છબી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અનેક ચેનલોના ટેલિકાસ્ટથી ધમધમતા સંચાર-ક્રાંતિના યુગમાં થયેલા માહિતીના વિસ્ફોટની વચ્ચે દરેક નાનામાં નાની વાત જાણે 70 એમએમના પરદા પરની ફિલ્મની જેમ દુનિયાની સમક્ષ મૂકાઈ રહી છે. માઈક્રોસ્કોપિક યુગમાં વર્તમાન અને નજીકનો ભૂતકાળ એટલો વિરાટ બનીને સામે આવે છે, જેના કારણે ઘણીવાર ઈતિહાસના યાદગાર સંસ્મરણો અને સ્વર્ણિમ ઘટનાઓની ચમક તરફ ધ્યાન જતું નથી. આ જ કારણે ઘણીવાર જેને જનમાનસ સરેરાશ માની છે તે તેના ભવ્ય ઈતિહાસનો સોનેરી ઉજાસ મોટાભાગ પરદાની પાછળ જ છુપાયેલો રહી જાય છે, જે ક્યારેક કોઈ ધુરંધરની ચિરવિદાયની વેળાએ પ્રગટ થઈને તેની મહાનતા અહેસાસ કરાવી જાય છે.   ભારતીય રમતોના ઈતિહાસમાં હોકીના સુવર્ણ યુગની અને ખેલાડીઓની વિશિષ્ટ પ્રતિભાઓની અનેક કિવદંતીઓ હજુ પ્રચલિત અને માનસ પટલ પર જિવંત છે, ફૂટબોલને તેવું ગૌરવ પ્રાપ્ત થઈ શક્યું નથી. ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાના પ્રહરી સમાન તુલસીદાસ બલરામનું નામ ફૂટબોલમાં પણ અભ્યાસુઓ અને ડાઈ હાર્ટ ફેન્સમાં જ જાણીતું છે. ઓલિમ્પિક ફૂટબોલમાં ભારતના ગોલ સ્કોરર તેમજ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી અને ખ્યાતનામ મેડેર્કા કપમાં પોડિયમ ફિનિશ ક...

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

છબી
‘શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ આત્મવિશ્વાસ થકી અસાધારણ અને કલ્પનાતીત સફળતાને હાંસલ કરી શકાય છે – એ હકીકતનું પ્રતિબિંબ પાડતી ગઝલની પંક્તિના ઘણા ઉદાહરણોથી ઈતિહાસ અને વર્તમાન ભરચક છે. વ્યક્તિની સામે એક પછી એક મુશ્કેલ કોયડા સર્જતી જિંદગીના પડકારની સામે ઝિઁદાદિલીથી ઝઝુમવાની તાકાત જ પ્રતિભાનો વિસ્તાર કરે છે. ક્રિકેટમાં બ્રેડમેન-તેંડુલકર, ફૂટબોલમાં પેલે, બોક્સિંગમાં મુહમ્મદ અલી જેવા મહાન ખેલાડીઓએ પોતાની પ્રતિભાને શ્રેષ્ઠતાની એટલી ઊંચાઈએ પહોંચાડી કે, જેના થકી તેઓ ખુદ જ તેમની રમતની ઓળખ બની ગયા. યુવા વયે રમતમાં સફળતા મેળવવાનું સ્વપ્ન જોયા બાદ તેની પાછળ મૂકેલી આંધળી દોટને કારણે જ તેઓ આટલી ઊંચાઈ સુધી પહોંચી શક્યા હતા. અમેરિકાની લોકપ્રિય રમત બાસ્કેટબોલમાં માઈકલ જોર્ડન અને મેજિક જોન્સન જેવા મહાન ખેલાડીઓની હરોળમાં હવે ધ કિંગ તરીકેની ઓળખ ધરાવતા લેબ્રોન જેમ્સે પણ સ્થાન મેળવી લીધું છે.  છેક 38 વર્ષની ઉંમરે પહોંચેલા લેબ્રોનની ટોચના બાસ્કેટબોલર તરીકેની કારકિદીએ બે દાયકાની લાંબી સફર ખેડી છે. જોકે ઓલ્ડ વાઈનની જેમ લેબ્રોનની ઉંમર જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેની કારક...

ઓલિમ્પિયન ગોલ્ફર અદિતી અશોક સિદ્ધિના નવા શિખરે

છબી
આકાશ દરેક પંખી માટે એક ખુલ્લા પડકાર સમાન છે. આકાશ જેમ અસિમિત અને અનંત છે, તેવી જ રીતે સફળતાના શિખરો પણ દરેકને વધુ આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપતાં રહે છે. ભૂતકાળમાં કોઈએ મેળવેલી સિદ્ધિથી આગળ નીકળી જવાની ઈચ્છા જ નવા વિક્રમોનું સર્જન કરે છે અને તેના સહારે જ નવા ઈતિહાસનું આલેખન થતું રહે છે. ભારતીય રમત જગતની ક્ષિતિજો ધીરે ધીરે વિસ્તરી રહી છે. યુવા ખેલાડીઓ હવે ઘરઆંગણે ઓછી જાણીતી રમતોમાં પણ પોતાના કૌશલ્ય થકી વિશ્વના એલિટ ખેલાડીઓની વચ્ચે સ્થાન મેળવતા થયા છે. એક સમયે માત્ર હાઈપ્રોફાઈલ વ્યક્તિઓની રમત તરીકે ઓળખાતા ગોલ્ફમાં હવે મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. ભારતીય ગોલ્ફની પાસે જીવ મિલ્ખા સિંઘ, અનિર્બાન લાહિરી, રાહુલ ગાંગજી તેમજ અર્જુન અટવાલ અને શુભાંકર શર્માએ આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ ધરાવતા પુરુષ ખેલાડીઓ છે. જોકે આ બધા વચ્ચે 24 વર્ષની બેંગ્લોરિયન યુવતી અદિતી અશોકે નવો ઈતિહાસ આલેખ્યો છે, પણ તેના તરફ જૂજ રમત ચાહકોનું ધ્યાન ગયું છે. મહિલા ગોલ્ફના ઈતિહાસના અનેક રેકોર્ડમાં અદિતી અશોકના નામની સાથે ભારતની પ્રથમ મહિલા ગોલ્ફર તરીકેનું ગૌરવ જોડાયેલું છે. ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિયન...