પોસ્ટ્સ

ભારતીય રમતના આકાશમાં ઝગમગતી પિતા-પુત્રની જુગલ જોડી

છબી
બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે શેરીજી ; બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી ઊંચે દેરીજી ગુજરાતી સાહિત્યમાં શેષના ઉપનામથી વિશેષ રત્નસંપુટ રચનાઓના સર્જક એવા રા.વિ. પાઠકે બાળકની જિંદગીમાં પિતાની ભૂમિકાને આબાદ રીતે શબ્દદેહ આપ્યો છે. માતાના વાત્સલ્ય અને પ્રેમની અભિવ્યક્ત તો સાહિત્યમાં ઠેર-ઠેર છે, પણ મહદ્અંશે પિતાની લાગણી આંગળીયાત રહી છે. જોકે દરેક સંંતાનને જિંદગીના ધ્યેયનો અને સમાજની સ્થિતિનો બોધ કરાવવાની જવાબદારી પિતાના ખભે જ રહેલી હોય છે. સમાજમાં ધબકતા સંવેદનો માતૃહૃદયને આભારી છે, તો બૌધ્ધિકતા એ પિતાના અધિકારનું ક્ષેત્ર છે. માતાના ખોળામાંથી ઉઠેલા બાળકને સ્હેજ કષ્ટ આપીને પણ ડુંગરે ઊંચેે આવેલી દેરી સમાન ઉચ્ચ લક્ષ્યાંકોના દર્શન કરાવવાની અને ત્યાં સુધીની સફરના કષ્ટોને માટે તૈયાર કરવાનું કાર્ય પિતાને આભારી છે.  ધરતીને ફાડીને અંકુરણ પામેલા કુમળા અંકુરની વટવૃક્ષ થવાની સફર આસાન હોતી નથી. તોફાની પવનો અને સૂરજના તડકાનો સામનો કરવો આસાન હોતો નથી, પણ હકીકતમાં જ ઘડતર છે અને આ જ પ્રકારે પિતા પણ બાળકના વ્યક્તિત્વનું મૌન રહીને સતત ઘડતર કરે છે, જેન...

બેલ્જીયમના અશ્વેત ખેલાડી લુકાકુુએ ફૂટબોલને સહારે હરિફોની સાથે પરિસ્થિતિઓને હરાવી

છબી
કુશળતાની સામે ભલભલી સમસ્યાઓને પાણી ભરવું પડે છે. વ્યક્તિ જેમ જેમ પોતાની કુશળતામાં વધારો કરતો જાય છે, તેમ તેમ જિંદગીની રાહ આસાન બનવા લાગે છે કારણ કે પડકાર કરતાં પ્રતિભા હંમેશા વિરાટ સ્વરુપ ધારણ કરી ચૂકી હોય છે. આ જ કારણે દુનિયાને બદલવા કરતાં જો પોતાના વ્યક્તિત્વ કે કૌશલ્યના નિખારમાં સમય આપવામાં આવે તો અસાધારણ પરિણામ હાંસલ કરી શકાય છે. ઈટાલીયન કલબ ઈન્ટર મિલાન તરફથી રમી રહેલો બેલ્જીયમનો ફૂટબોલર રોમેલુુ લુકાકુ તેનું જીવતું ઉદાહરણ છે.  અત્યંત મર્યાદિત સગવડો અને જીવનની પાયાની જરુરિયાતો વિના પણ શ્રેષ્ઠતાને હાંસલ કરવાના સંઘર્ષને સહારે લુકાકુએ ગુમનામીના અંધારાથી લઈને દુનિયાના ટોચના ફૂટબોલરોની હરોળમાં આગવું સ્થાન મેળવી લીધું છે. તુર્કીના ઈસ્તંબુુલમાં આજે મધરાત બાદ રમાનારી ફાઈનલમાં ઈંગ્લેન્ડની કલબ માંચેસ્ટર સિટી સામે ઈટાલીની ઈન્ટર મિલાનનો મુકાબલો ખેલાવાનો છે. ત્યારે ત્રીસ વર્ષીય લુુકાકુ 13 વર્ષ પછી ફરીવખત યુરોપીયન ચેમ્પિયન બનવાના ઈટાલીયન કલબના સ્વપ્નને સાકાર કરવા માટે ઉતરશે. આખા વિશ્વનું ધ્યાન ખેંચનારી આ ફાઈનલમાં ઈન્ટર મિલાનનો સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુ નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ...

અમન સહરાવત : એશિયન કુસ્તીમાં ભારતનો એકમાત્ર સુવર્ણ સિતારો

છબી
' સફર મેં ધૂપ ભી હોગી , ચલ સકો તો ચલો ; સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો... ' નીદા ફાઝલીની જાણીતી પંક્તિઓ કઠોર   વાસ્તવિકતાના ચિત્રણની સાથે હોંસલાને પડકાર ફેંકે છે. મુશ્કેલીઓ અને વિઘ્નો જ વ્યક્તિને તેની કાબેલિયતનો અને પ્રતિભાના વિસ્તારનો અહેસાસ કરાવે છે અને આ જ બાબત સફળતાને વધુ આનંદદાયક તો બનાવે જ છે, પણ તેની સાથે સાથે તે અન્યો માટે દીવાંદાડીની ગરજ પણ સારે છે. આવી જ સફળતા કઝાખસ્તાનની રાજધાની અસ્તાનામાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતના એકમાત્ર સુવર્ણ સિતારા તરીકે બહાર આવેલો 19 વર્ષનો અમન સહરાવત ખરેખર ભારતીય કુસ્તીના સહેરા સમાન છે. કુસ્તી ભારતની પરંપરાગત રમત રહી છે. જોકે, વૈશ્વિક સ્પર્ધાઓમાં સફળતાના દ્રષ્ટીકોણથી જોતા ભારત હજુ તેની ક્ષમતા પ્રમાણેના ચંદ્રકો હાંસલ કરી શકતું નથી તેવું સ્પષ્ટ થાય છે. એશિયાન કુસ્તી ચેમ્પિયનશિપમાં છેલ્લા બે વર્ષથી ભારતને એક માત્ર સુવર્ણ ચંદ્રક મળી રહ્યો છે અને તે પણ ફ્રિસ્ટાઈલ કુસ્તીની 57 કિલોગ્રામ વજનવર્ગની સ્પર્ધામાં તો છેલ્લા ચાર વર્ષથી ભારતે દબદબો જમાવ્યો છે. સળંગ ત્રણ વખતથી ચેમ્પિયન બનનારો રવિ દહિયા ઓલિમ્પિકમાં રજત ચંદ્રક હાંસલ કર...

જાપાનની રિકાકો ઈકીની લ્યુકેમિયા કેન્સરથી લઈને વિશ્વની ટોચની સ્વિમર સુધીની સફર

છબી
  રમત હોય કે જિંદગી - બંને દરેક વેળાએ આશ્ચર્યજનક ઘટનાઓ અને પરિણામો આપવા માટે જાણીતા છે. દરેક વખતે અચાનક જ બદલાતી પરિસ્થિતિ એવા અ-ભૂતપૂર્વ પડકાર સર્જે છે , જેનો સામનો કરવાની કુશળતા જ એક સાધારણ ખેેલાડીને ચેમ્પિયન બનવાની સિદ્ધિ સુધી પહોંચાડી શકે છે. જોકે આ માટે બદલાયેલી પરિસ્થિતિથી ગભરાઈ જવાને બદલેે તેનો સામનો પણ સાવ અનોખા પ્રકારે કરવાનો પ્રયાસ આવનારી પેઢીઓ માટે પણ એક નવી રાહની ખોજ કરી નાંખતી હોય છે. પડકારોનો સામનો કરવાનું સાહસ જ રેસ્ટમાંથી બેસ્ટને અલગ તારવીને દુનિયાની સામે રજુ કરે છે. જાપાનની ઓલિમ્પિયન સ્વિમર રિકીકો ઈકી રમતની દુનિયામાં મક્કમ મનોબળના પ્રગટ ઉદાહરણનું જિવંત સ્વરુપ બની રહી છે. તેણેે સ્વિમિંગ પૂલમાં મેળવેલી સિદ્ધિઓ તો બેશક રમત વિશ્વમાં ત્રીજા કેે ચોથા વિશ્વના દેશો માટે પ્રેરણારુપ છે જ , પણ તેણે જિંદગીએ તેની સામે ફેંકેલા પડકારોનો જે જિંદાદિલી અને હોંસલાથી સામનો કર્યો છે , તે જોતા આખી દુનિયા તેને અહોભાવથી જોઈ રહી છે. રિકીકો લ્યુકેેમિયા જેવા જીવલેણ કેન્સરના રોગની સામે બરોબરની ઝીંક ઝીલીને તેને હરાવી ચૂકી છે અને તેણે આટલેથી સંતોષ માન્યો નથી. તોફાની વાવાઝોડાની જેમ રિકીકોન...

ડિંગ લિરેન : ચેેસની દુનિયાનો નવો વિશ્વવિજેતા

છબી
બુદ્ધિ ચાતુર્યને પ્રાચીન કાળથી જ શારીરિક બળથી ચઢિયાતુ માનવામાં આવ્યું છે. ગુજરાતી ભાષામાં રુઢ થયેલી હિન્દીની કહેવત અક્કલ બડી કે ભેંસ ? નો જવાબ જ પ્રત્યુત્તરકારની મનોસ્થિતિના મૂલ્યાંકન માટે પુરતી છે. બે મહાન સામ્રાજ્યો વચ્ચેની લડાઈ હોય કે પછી બે ટીમ વચ્ચેનો રમતના મેદાન પરનો મુકાબલો. દરેકમાં આયોજનની ભૂમિકા મહત્વની છે અને તેનો ઘડવૈયાને જ આખરે વિજયનો શ્રેય મળે છે. ભારત જ નહીં, વિશ્વની લગભગ દરેક સંસ્કૃતિના મૂળમાં શતરંજ કે ચેસની રમતની રમત કોઈને કોઈ સ્વરુપે જોવા મળી છે. જોકે કાળક્રમે નિયમોમાં ઘણા પરિવર્તન આવ્યા છે, તેમ છતાં આજની રંગબેરંગી દુનિયામાં પણ બૌધ્ધિકોને તો બ્લેક એન્ડ વ્હાઈટ મહોરાં અને ચોખંડા ધરાવતી રમત સૌથી વધુ આકર્ષે છે. વિશ્વભરમાં આગવું આકર્ષણ ધરાવતા ચેસને તાજેતરમાં જ નવો વિશ્વવિજેતા મળ્યો છે. ચીનના 30 વર્ષના ડિંગ લિરેને કારકિર્દીમાં પહેલી જ વાર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ક્લાસિક ફોરમેટનના ટાઈટલ જંગ માટે ક્વોલિફાય કર્યું હતુ અને પહેલી જ વારમાં વિશ્વવિજેતા તરીકેનો તાજ હાંસલ કરવાની ઐતિહાસિક સફળતા હાંસલ કરી લીધી છે. કઝાખસ્તાનના અસ્તાનામાં રમાયેલે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેન્કિં...

બોક્સિંગ વિશ્વમાં ભારતની મહિલાઓના પાવર પંચનો કમાલ

છબી
સાતત્ય જ વિકાસનો ખરો પાયો છે. નવી પેઢીએ હંમેશાા તેમના પૂૂરોગામીની સિદ્ધિઓની બરોબરી મેળવવા કે પછી તેને અતિક્રમી જવાના પ્રયાસમાં જ રત રહેવાની જરુર છે. જેથી કરીને ભૂતકાળની બરોબરીએ કે પછી તેના કરતાં એક ડગલું આગળ વર્તમાનની યશોગાથા પણ આલેખાય. જે આવનારી પેઢી માટે એવો પડકાર બની રહે કે જેનાથી આગળ વધવાનું સ્વપ્ન તેમની આંખોામાં સાહજિક રીતે રોપાઈ જાય. જ્યારે વર્તમાન પોતાને સમૃદ્ધ અને સિદ્ધિસભર બનાવી લેે છે, ત્યારે ભૂતકાળનું પ્રભુત્વ પરોઢ થતાં ઝાંખા થયેલા ઝળાહળાં થતા તારા જેવું બની રહે છે.  ભારતીય બોક્સિંગ જગતમાં પણ વર્તમાન પેઢીએ તેમની સખત મહેનત અને પરિશ્ચમને સહારે દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે. ઘરઆંગણે યોજાયેલી મહિલા બોક્સિંગની વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતની એક સાથે ચાર બોક્સરોએ સુવર્ણસિદ્ધિ હાંસલ કરતાં 17 વર્ષ જૂના ઈતિહાસને દોહરાવ્યો. તેની સાથે સાથે વિશ્વ વિજેતા બનવા માટેની સ્પર્ધામાં શ્રેષ્ઠતાના શીખરને પણ પ્રાપ્ત કરી લીધું છે. ભારતને વિશ્વવિજેેતા બનીને ગૌરવ અપાવનારી મહિલા બોક્સરોમાં  નિખત ઝરીન, લવલીના બોર્ગોહેન, નીતુ ઘંઘાસ તેમજ સ્વિટી બૂરાનો સમાવેશ થાય છે. જેમણે પોતાની પ્રતિભા થકી માત્ર હ...

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના સિદ્ધિના નવા શિખરે

છબી
પ્રયત્ન જો અથાગ અને એકધારા હોય તો તેનું ફળ મળ્યા વિના રહેતું નથી. અપેક્ષા એ એવી ટાઈમ ફ્રેમ છે, કે જેમાં અપેક્ષિત પરિણામ ન મળે એટલે નિરાશા અને હતાશા જન્મે છે. જેઓને સફળતા માટે પોતાનાના મનના કહ્યા મુજબ ટાઈમફ્રેમ નક્કી કરતાં નથી અને ફળના ઈંતજારમાં બેસી રહેવાને બદલે માત્ર કર્મ કર્યેે રાખે છે, તેમને અદ્વિતિય અને અદ્ભૂત કહી શકાય તેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છેે. કબીર સાહેબે ફળની અપેક્ષા વિના કર્મની પ્રાધાન્યતાને અસરકારક રીતેે રજુ કરતાં કહ્યું છે કે, ધીરે ધીરે સે મના, ધીરે સે સબ હોત ; માલી સીંચે સો ઘડા, ઋત આયેે ફલ હોત. સો ઘડા પાણીનું સિંચન કર્યા બાદ પણ ફળ ત્યારે જ મળે છેે, જ્યારે તેની મૌસમ આવે છે.  વિશ્વ ટેનિસમાં છેલ્લા બે દાયકાથી ભારતનું નામ રોશન કરી રહેલા 43 વર્ષના રોહન બોપન્નાની કારકિર્દી હવે અસ્તાચળેે છે, ત્યારે તેનો ઝળહળાટ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટેનિસના ટોચના ડબલ્સ ખેલાડીઓમાં સ્થાન ધરાવતો રોહન બોપન્ના તેની કારકિર્દીમાં એક મિક્સ ડબલ્સ ટાઈટલ જીતી ચૂક્યો છે. તાજેતરમાં જ તેણે ગ્રાન્ડ સ્લેમ કરતાં એક પગથિયું નીચેની ગણાતી એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ ઈન્ડિયન વેલ્સમાં મેન્સ ડબલ્સ ટાઈટ...

ઊંચી કૂદની લોકપ્રિય ફોસબરી ફ્લોપ પદ્ધતિના જનકની વિદાય

છબી
- અમેરિકાના ઓરેગનના પોર્ટલેન્ડમાં જન્મેલા ફોસબરીને ઊંચી કૂદમાં પરંપરાગત પદ્ધતિઓ અનુકૂળ ના આવી ને તેમણે પોતાની આગવી પદ્ધતિ વિકસાવી ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો તેમની પદ્ધતિ છેલ્લા છ દાયકાથી ટોચના એથ્લીટ્સની પહેલી પસંદ બની રહી છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના , થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના ! શાળાના પાઠ્યક્રમમાં સામેલ અમૃત ઘાયલની આ પંક્તિઓ ભાવિ નાગરિકોને નવા સ્ટાર્ટઅપ માટે સ્ટાર્ટઅપ શબ્દના જન્મ પહેલેથી પ્રેેરણા આપતી રહી છે ! પ્રત્યેક મહાન વ્યક્તિની વિશેષતા એ છે કે , તેઓએ પરંપરાગત માર્ગો અને વિચારોથી અલગ જઈને કશું નવું કરવાની કોશીશ કરી. જે કાળની કેડીએ એક સમયે નવીન અને અપ્રચલિત મનાતું તે જ સફળતાનો રાજમાર્ગ બની રહે છે. આવું જ કંઈક અમેરિકાના ઊંચી કૂદના ખેલાડી રિચાર્ડ ડગ્લાસ ફોસબરી સાથે પણ બન્યું હતુ. તેમને તેમના સમયમાં પ્રચલિત એવી ઊંચી કૂદની તમામ પદ્ધતિઓમાંથી કોઈ અનુકૂળ ન આવી અને આ જ કારણે તેમણે એક નવી જ પદ્ધતિ વિકસાવી , જેમાં ખેલાડી ઊંચી કૂદમાં જમીનને સમાંતર ઊંચાઈ પર આડા બાંધેલા વાંસ પરથી પહેલા માથુ , પછી ખભા અને છેલ્લે પગને પસાર કરે છે. આ સમયે તેનો ચહરો આકાશ તરફ રહે છે અને તે પ...

એશિયન ક્રિકેટરના વંશીય અપમાનનો વિવાદ ઈંગ્લેન્ડના ક્રિકેટને ઘમરોળી રહ્યો છે

છબી
- પાકિસ્તાની મૂળના ક્રિકેટર રફિકે ઈંગ્લિશ ક્રિકેટની પ્રતિષ્ઠિત કાઉન્ટી યોર્કશાયરમાં તેની સાથે કરવામાં આવેલા વંશિય ભેદભાવ અને અપમાનજનક વર્તનની અંગે કરેલા આક્ષેપો અંગે અઢી વર્ષે સુનાવણી શરુ થઈ છે - યોર્કશાયર અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રફિકની ફરિયાદ બે વર્ષ દબાવી રાખી પણ 2020માં વિઝડનના રિપોર્ટમાં થયેેલા ખુલાસાને ઈંગ્લિશ મીડિયાએ એટલો ગજવ્યો કે સાંસદોના દબાણ હેઠળ આ અંગે સત્તાવાર તપાસ શરુ થઈ  સત્યમેવ જયતે - મુંડકોપનિષદ્ માંથી લેવામાં આવેલું દેવનાગરી ભાષાનું  આ સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે, પણ તેની સત્યતા વિશ્વવ્યાપક છે. સૂર્યને ઢાંકી શકતો નથી તેમજ સત્યના પ્રકાશને અટકાવી શકાતો નથી. ક્યારેક એવું પણ બને કે સત્યના પ્રકાશને જોવા કે ત્યાં સુધી પહોંચવામાં સમયનો કેટલોક પ્રવાહ વહી જાય પણ પરિણામ તો ભારતના ઋષિ-મુનીઓએ સ્પષ્ટ કરી દીધેલું છે. આ વાત એટલે યાદ આવી કે, ઈંગ્લેન્ડના ક્રિકેેટમાં એશિયનોના વંશિય અપમાન અને અમાનવીય વર્તનનો એક કિસ્સો હાલ ખળભળાટ મચાવી રહ્યો છે.  છેલ્લા અઢી વર્ષથી ઈંગ્લેન્ડના મીડિયામાં અને ક્રિકેટ જગતમાં ચર્ચાના ચગડોળેે ચઢેલો આ મામલામાં લાંબી તપાસ પ્રક્ર...

સાનિયા મિર્ઝા : ભારતીય ટેનિસ ક્વિન

છબી
દરેક નવી શરુઆતનો પ્રારંભ સંઘર્ષથી જ થાય છેે. સફળતાનો રાજમાર્ગ તૈયાર થઈ ગયા બાદ દૂર-સુદૂરની સફર ખેડવી રમત વાત બની રહે છે, પણ સાવ અજાણી ભૂમિ પર કેડી કંડારવા માટેનો પહેલવહેલો પ્રવાસ લોહીલુહાણ પગ અને અનિશ્ચિતતાના અજંપાથી ભરેલો હોય છે. જ્યાં સુધી કોઈ પોતાની જાતને દાવ પર લગાવીને દર્દનાક અહેસાસમાંથી પસાર થતું નથી,ત્યાં સુધી કોઈ પણ ક્ષેેત્રમાં સફળતાની નવી રાહને તૈયાર થતી નથી. આ જ કારણે નવી શરુઆત કરવામાં હંમેશા કંટકો અને પથ્થરોનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે અને દરેક ક્ષેત્રમાં નવી પહેલ કરનારનો અનુભવ આવો જ રહે છે અને જેે તેેને સહન કરવાની તાકાત બતાવે છેે, તેને જ પાયોનિયર તરીકેની ઓળખ મળી રહે છે.  ટેનિસ વિશ્વમાં ભારતીય મહિલા ખેલાડી તરીકે અનેક કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે યુવા મહિલા ખેલાડીઓને બંધનો તોડીને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડનારી સાનિયા મિર્ઝાની બે દાયકાની કારકિર્દી પર તેણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. સાનિયાની ટેનિસ કોર્ટમાંથી થયેલી વિદાયને કારણે વૈશ્વિક સ્તરે ભારતીય મહિલા ટેનિસમાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ડબલ્સ પ્લેેયર તરીકે સીમાચિહ્નરુપ સફળતા હાંસલ કરનાર...